ગાંધીનગર : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 77 વર્ષીય અભિનેતા નરેશ કનોડિયાની તબીયત નાજુક થતા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ જણાવ્યું કે, મારા પપ્પાને કોરોનાના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો અને ત્યાર બાદ સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે તેમને તત્કાલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ: 17 જિલ્લા, 28 તાલુકાઓમાં વરસાદ સાથે સિઝનનો 136 ટકા થયો

કોરોના વાયરસ સંક્રમણ કેસો ગુજરાતમાં વધી રહ્યા છે. જેમાં ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પણ બાકાત નથી. એક તરફ ગુજરાતી ફિલ્મોનાં શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ અત્યાર સુધી અનેક કલાકારો પણ કોરોનાની ઝડપે ચડી ચુક્યા છે. આ અગાઉ પ્રતિકગાંધી, સહિતના અનેક ખ્યાતનામ કલાકારો કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. આ ઉપરાંત બોલિવુડના અનેક કલાકારો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. અનેક ખ્યાતનામ કલાકારોનાં કોરોનાને કારણે મોત પણ નિપજ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube