ગુજરાત: કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સજ્જ, ઓડિસ સંપન્ન તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના
* વેક્સિન સ્ટોર અને કોલ્ડચેઇન પોઇન્ટનું ટેકનિકલ ઓડિટ પણ સંપન્ન
અમદાવાદ : ગુજરાતમાં કોવિડ-૧૯ના વેક્સિનેશન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન પણ કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા ૨,૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવમાં આવ્યા છે તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ: મોડલ યુવતી સાથે દુબઇમાં બાંધ્યા શારીરિક સંબંધ, હવે યુવતીની માઁ પણ કરી રહી છે માંગ
રાજ્યના મુખ્ય સચિવ ડૉ. અનિલ મુકીમના અધ્યક્ષપદે આજે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટિની એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં રાજ્ય સરકારના ૨.૭૧ લાખ આરોગ્યકર્મીઓ અને ૧.૨૫ લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ ૩.૯૬ લાખ હેલ્થકેર વર્કસની માહિતી એકત્ર કરવામાં આવી છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની માહિતી એકત્ર કરવાની સૂચના વહીવટી તંત્રને આપવામાં આવી છે.
આ વિદ્યાર્થીને શું ભણાવશે? શિક્ષકે જ આચાર્યને છરાના ઘા મારી હત્યા કરી, પત્ની અને પુત્રી પણ ઘાયલ
ગાંધીનગરમાં મુખ્ય સચિવના અધ્યક્ષ પદે આજે યોજાયેલી સ્ટેટ સ્ટીયરીંગ કમિટીની મહત્વની બેઠકમાં વરિષ્ઠ સનદી અધિકારીઓ પંકજ કુમાર, મનોજ અગ્રવાલ, એ.કે.રાકેશ, નલિન ઉપાધ્યાય, વિનોદ રાવ, રાજકુમાર બેનિવાલ, મતી મનીષા ચંદ્રા, અશોક કાલરિયા, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, મુકેશ.એ.પંડયા, સહિત અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ મતી ડૉ. જયંતી રવિએ રાજયમાં વેક્સિનેશનના આયોજનની વિગતવાર માહિતી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube