Gujarat Agricuture: ગુજરાત એ કૃષિક્ષેત્રે અગ્રેસર અને 9 ટકાના દરે ગુજરાતનો વિકાસ થતો હોવાના દાવાઓ કરતી ગુજરાત સરકારના દાવાઓ ખોખલા સાબિત થઈ રહ્યાં છે. પંજાબ કરતાં ગુજરાતના ખેડૂતોની આવક વધારે હોવાના કૃષિમંત્રી રાઘવજી પટેલના દાવાઓ વચ્ચે સરકારે ખુલાસો કરવાની જરૂર છે કે ગુજરાતના ખેડૂતોના માથે કેમ દેવું વધી રહ્યું છે. મસમોટી ગાડીઓ લઈને ખેતરે જતા પંજાબના ખેડૂતો કરતાં ગુજરાતના ખેડૂતોની (farmer) કમાણી વધારે હોય તો દેવું કરવાની કેમ જરૂર પડે છે એ સવાલનો કોઈ પાસે જવાબ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતો (gujarat farmer)ની આવક વધી રહી છે પણ ખેડૂતોનું દેવું પણ વધી રહ્યું છે. દેશમાં વિકાસશીલ ગણાતા ગુજરાત કરતાં બીજા 5 રાજ્યોના ખેડૂતોનું દેવું એ ગુજરાત( Gujarat) કરતાં પણ ઓછું છે.  (Gujarat Farmer)  કૃષિક્ષેત્રે અગ્રેસર ગુજરાત રાજ્યના ખેડૂત પરિવારોની હાલત ખરાબ થઈ રહી છે.  કેન્દ્રીય કૃષિમંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છેકે, ગુજરાતમાં બમણી આવક થવાની વાતો માત્ર ગુલબાંગો છે પ્રત્યેક ખેડૂત પરિવારના માથે રૂા.૫૬,૫૬૮નુ દેવું છે. ગુજરાતના ખેડૂતો સતત દેવાદાર થઈ રહ્યાં છે.  ગુજરાત કરતાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરાખંડના ખેડૂતોના માટે ઓછું દેવું છે.


ગુજરાતમાં ખેડૂતોની આવક વધી છે પણ સામે ખર્ચ પણ વધ્યો છે. હાલમાં બિયારણ, જંતુનાશક દવા, ખાતર સહિતની ચીજવસ્તુઓના ભાવ બમણાં થયા છે. આ ઉપરાંત ખેતમજૂરોની દાનગી પણ બમણી થઇ છે. હવે આદિવાસી વિસ્તારમાંથી ખેતમજૂરો આવવા તૈયાર નથી. જેને પગલે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા સિવાય ખેડૂતો માટે છૂટકો નથી. હવે રોજની દહાડી પણ મોંધી થવાની સાથે મજૂરો સમયસર મળતાં નથી એ સૌથી મોટો સવાલ છે. સરકારની કૃષિલક્ષી યોજનાઓ છે પણ છેવાડાના ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચતો નથી. દર સિઝનમાં ખેડૂતોએ ખેતી માટે લોન લેવી એ ફરજિયાત બની ગઈ છે. ગુજરાતમાં રૂટિન ખેતીમાં આવક ન હોવાથી ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે પણ હવે આ પાકમાં પણ ફુગાવો થયો હોય એમ ખેડૂતોને ભાવ મળી રહ્યાં નથી. સૌથી મોટી સમસ્યા એ બદલાતા હવામાનની છે. જેને પગલે ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ખેડૂતોએ રૂા.૪૯ હજાર કરોડની બેંક લોનો લીધી છે. આટલું ઓછું હોય તેમ પાક ઉત્પાદન થયા બાદ પોષણક્ષમ ભાવો મળતા નથી. પરિણામે ખેડૂતો દેવાના ભાર તળે દબાઇ જાય છે.


કયા રાજ્યમાં ખેડૂત પરિવારના માથે કેટલું દેવું..


રાજ્ય    જાહેર દેવું
ગુજરાત    રૂા. 56,568
બિહાર    રૂ. 23,534
ઓડિશા    રૂ. 32,721
ઉત્તરાખંડ    રૂ. 48,338
પ.બંગાળ    રૂ.26,452
છત્તીસગઢ    રૂ. 21,443
સિક્કીમ    રૂ. 32,145
જમ્મુ કાશ્મીર     રૂ. 30,435
અરૂણાચલ    રૂ.3581
ઝારખંડ    રૂ. 8415
મેઘાલય     રૂ.2237
નાગાલેન્ડ     રૂ.1750


વાઇબ્રન્ટ અને વિકાસશીલ રાજ્ય ગણાતા ગુજરાતની સરખામણીમાં બિહાર, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ત્રિપુરા, ઓડિશા, આસામ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળના ખેડૂતોના માથે ઓછું દેવું છે. આમ, ગુજરાતના ખેડૂતોને પાકનું ઉત્પાદન કર્યા બાદ તેમના હાથમાં મૂડીય આવતી નથી પરિણામે ખેડૂતોને ખેતીમાં ૫ ખોટ જઇ રહી છે. આ પરિસ્થિતી એટલી હદે વકરી રહી છેકે, ગુજરાતમાં ખેડૂતો ખેતીની જમીન વેચી રહ્યા છે. સ્થિતિ એવી આવશે કે હાલમાં ધાન્યપાકોમાં સદ્ધર ગુજરાતે ધાન્ય અને કઠોળ માટે કેન્દ્ર સરકારના ભરોસે રહેવું પડશે. ધીરે ધીરે રૂટિન ખેતી અસ્ત થઈ રહી છે. ખેડૂતો ઓછા ઉત્પાદન સાથે ઓછી કમાણી આપતા પાકોની વાવણી કરવામાં રસ ધરાવતા નથી. એટલે ધીમેધીમે ધાન્ય અને કઠોળના ભાવ વધી રહ્યાં છે. ગુજરાતના ખેડૂતોએ પશુપાલન પણ ઘટાડ્યું તેનું સૌથી મોટુ કારણ એ મોંઘવારી છે. આવકની સામે જાવકનો રેશિયો સતત વધી રહ્યો છે.