Ahmedabad Accident: અમદાવાદના અબજોપતિનો નરાધમ દીકરો મોડીરાત્રે સીનસપાટા કરવા નીકળ્યો, અને મજામાં અનેક પરિવારોની ખુશી છીનવાઈ ગઈ. તથ્ય પટેલ નામના નબીરાએ 140થી વધુ સ્પીડે કાર દોડાવીને અનેક લોકોને હવામાં ફૂટબોલની જેમ ફંગોળીયા, જેમાં 9 લોકોએ પોતાનો જીવ ખોયો. આ કેસમાં રોજેરોજ આરોપી તથ્ય પટેલ વિશે તો ચોંકાવનારા ખુલાસા થતા જ રહે છે પરંતુ હવે તેના મિત્રો વિશે પણ એવી વાત સામે આવી છે જે જાણીને હચમચી જવાય. ખરેખર એમ થાય કે માનવતા જેવું આ લોકોમાં કઈ છે કે નહીં? એવી પણ હવે તો વિગતો સામે આવી રહી છે કે તથ્ય પટેલને ટોળામાંથી છોડાવતી વખતે પિતા પ્રજ્ઞેશ પટેલની સાથે માતા પણ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિસ્મય કેસનું પુનરાવર્તન ન થાય તેવી રખાઈ રહી છે કાળજી
આખા ગુજરાત સહિત દેશભરને હચમચાવી નાખનારા આ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસકર્મીઓ સહિત 9 લોકોના ભોગ લેવાયા. તથા અનેક લોકો ઘાયલ પણ થયા. પોલીસે ગણતરીના દિવસોમાં આ કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દીધી છે. વર્ષ 2013માં વિસ્મય કેસમાં કેટલીક ભૂલો થઈ હતી તેનું હવે આ વખતે પુનરાવર્તન ન થાય તેની કાળજી પોલીસ દ્વારા લેવાઈ રહી છે. પોલીસે તથ્ય સાથે ગાડીમાં હાજર તેના મિત્રોના વીડિયોગ્રાફી કરીને નિવેદન નોંધ્યા છે. એટલું જ નહીં તથ્યના આંખના વિઝનની પણ બરાબર તપાસ કરાવી લીધી છે. જેમાં બરાબર હોવાનો રિપોર્ટ પણ આવ્યો છે. અલગ અલગ નિષ્ણાંતોના મત પણ ભેગા કરાયા છે અને અનેક જગ્યાએથી સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ  મેળવીને સંયોગિક રીતે પુરવાર થાય તેવા ભરપૂર પ્રયત્નો કરાયા છે. 


પિતા સાથે માતા પણ હાજર
આ ઘટનાનો એક વીડિયો ખુબ વાયરલ થયો જેમાં પૂરપાટ ઝડપે જેગુઆર આવીને લોકોને કચડતી જોઈ શકાય છે. આ એકમાત્ર લાઈવ વીડિયો બાઈક ચાલક પ્રાંશુ જીતેન્દ્ર રૂપારેલનો હતો. બાઈક ચાલક પ્રાંશુએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તે બાઈકનો શોખીન હોવાથી 20મી જુલાઈની રાતે બાઈક લઈને એસજી હાઈવે પર નીકળ્યો હતો. બાઈકના સ્ટિયરિંગમાં વિડિયો લેવા માટે કેમેરો ફીટ કરેલો હતો. થારનો અકસ્માત જોતા બાઈક ધીમું કર્યું અને તે સમયે પૂરપાટ ઝડપે આવેલી જેગુઆર કારના ચાલકે સંખ્યાબંધ લોકોને કચડી નાખ્યા. ચાલકે નીચે ઉતરીને પોતાનું નામ તથ્ય પટેલ જણાવ્યું હતું. ઘટનાના થોડા સમય બાદ મહિલા અને પુરુષ તથ્યને લેવા માટે આવ્યા હતા. તથ્યએ તેમને માતા પિતા તરીકે બોલાવ્યા હતા. એટલું જ નહીં તથ્યના પિતાએ ત્યાં હાજર લોકોને ધમકી પણ આપી હતી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube