જોશીમઠ નહિ, પરંતુ ગુજરાતનુ આ મોટું શહેર પણ જમીનમાં ધસી રહ્યું છે, ઇસરોનો રિપોર્ટ છે
Joshimath Sinking : જોશીમઠ સંકટ વચ્ચે અમદાવાદ અંગે પણ ચિંતાજનક સમાચાર..... દર વર્ષે જમીનમાં 1.25થી 2.5 સેન્ટીમીટર ધસી રહ્યું છે શહેર.... ઇસરોનો ડરાવનારો રિપોર્ટ....
Joshimath Sinking : ઉત્તરાખંડના જોશીમઠમાં હાલ સંકટ છવાયું છે. જોશીમઠ જમીનમાં ધસી રહ્યું છે. પણ શું તમને ખબર માત્ર જોશીમઠ જ નહિ, ગુજરાતનુ એક શહેર પણ આ જ રીતે સંકટમાં છે. ગુજરાતનું એક મોટું શહેર જોશીમઠની જેમ જમીનમાં અંદર ધસી રહ્યું છે. આ વચ્ચે અમદાવાદ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ દર વર્ષે અનેક સેન્ટિમીટર જમીનમાં ધસી રહ્યુ છે. ISRO સ્પેસ એપ્લિકેશન સેન્ટરના અભ્યાસનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના ઘણા વિસ્તારો દર વર્ષે કેટલાય સેન્ટીમીટર ડૂબી રહ્યા છે.
દરિયાઈ ધોવાણ અને ભૂગર્ભજળના વધુ પડતા ઉપયોગને કારણે ગુજરાતના શહેરો ડૂબી રહ્યા છે. ISRO સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રતેશ રામક્રિષ્નન અને તેમના સાથીઓએ મળીને આ સંશોધનનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ગુજરાતનો 1052 કિલોમીટર લાંબો દરિયાકિનારો સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. તો 110 કિલોમીટરનો દરિયાકિનારાનું ધોવાણ થતું હોવાનું સામે આવ્યું છે. એમાં પણ 49 કિલોમીટરના દરિકાંઠા પર ધસવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપ થઈ રહી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિક રાકેશ ધુમકાના અભ્યાસ મુજબ અમદાવાદ દર વર્ષે 12થી 25 મીમી એટલે કે 1.25થી 2.5 સેમી જેટલું ડૂબી રહ્યું છે. જેના માટે ભૂગર્ભ જળને ઝડપથી ખેંચવાનું મુખ્ય કારણ છે. એટલે જ ભૂગર્ભ જળના ઉપયોગ પર પ્રતિબધ મૂકવો જોઈએ.
આ પણ વાંચો :
ઉત્તરાખંડના આ વિસ્તારમાં પણ જમીન ખસવાની શરૂઆત, ઘરો અને ખેતરોમાં તિરાડો પડી
પેટ્રોલ-ડીઝલને ભૂલી જાઓ : 80 પૈસામાં એક કિલોમીટર દોડશે આ કાર, 45 મીનિટમાં થશે ચાર્જ
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેની પાછળ સમુદ્રનું વધતું સ્તર અને જળવાયુ પરિવર્તન મુખ્ય કારણો છે. કાંપના કારણે ગુજરાતમાં 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. પરંતુ દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે તેની 313 હેક્ટર જમીન ગુમાવી છે. વધુ એક અભ્યાસ કહેવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લામાં સૌથી વધુ દરિયાઈ ધોવાણ થયું છે. સૌથી વધુ એટલે કે 45.9 ટકા જમીનનું ધોવાણ થયું છે. જેથી ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાનો 785 કિમી વિસ્તાર ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં અને 934 કિમી વિસ્તાર ઓછા જોખમની શ્રેણીમાં છે.
ઘરના પાણીના નળમાં લગાવો આ જાદુઈ ડિવાઈસ : એક રૂપિયો પણ લાઈટબિલ નહિ આવે એની ગેરેન્ટી