અમદાવાદ : કોરોના શરૂ થતાં જ સંપૂર્ણ લૉકડાઉન બાદ બંધ થઇ ગયેલા તમામ ઉદ્યોગો ફરી એકવાર પાટે ચડવા લાગ્યા છે. તેમાં પણ દિવાળી નજીક આવતા તમામ ઉદ્યોગોને વેગ પણ મળ્યો છે. જો કે આ તેજી વચ્ચે પણ એક એવો ઉદ્યોગ છે કે જે હજી પણ પાટે નથી ચડી રહ્યો. નવી ફિલ્મ નહીં હોવાથી દર્શકો મળતા નહોતા. જો કે હવે સરકારે વધુ છુટછાટો આપી દેતા ફરીવાર સિનેમા શરૂ થયાં છે. પરંતુ નવી ફિલ્મ પણ રીલિઝ થવા માંડી છે. થિયેટરના સંચાલકો નવી ઓફરો પણ આપી રહ્યાં છે. તેમ છતાંય સિનેમા હોલમાં માંડ 10 ટકા દર્શકો જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષમાં સિનેમામાં સામાન્ય દિવસોમાં ટીકિટો નથી મળતી ત્યારે આ વખતે માંડ 10 ટકા બુકિંગ થયું હોવાનું સિનેમા સંચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહ્યું છે. કોરોના સંક્રમણ શરૂ થયું તે પહેલાં થિયેટરમાં તહેવારો અને વિકેન્ડમાં ખૂબ જ ભીડ રહેતી હતી. થિયેટર ફૂલ થઈ જતાં અને ટિકીટોના ભાવ પણ ઉંચા રહેતા હતાં. 


હવે કોરોનાકાળ બાદ ફરીવાર થિયેટરો શરૂ થયાં ત્યારે ખૂબજ ઓછા લોકો ફિલ્મ જોવા માટે જઈ રહ્યાં છે. એક ફિલ્મ જોવાની ટિકીટોના ભાવ પણ ખૂબજ નીચા રાખવામાં આવ્યાં છે. કોરોનામાં થિયેટરો બંધ રહેતાં લોકોએ ઘરે જ વેબસિરિઝ જોવાનું શરૂ કર્યુ હતું. આ ટ્રેન્ડ હજી વધુ પ્રમાણમાં જામી રહ્યો છે. જેના કારણે થિયેટરને દર્શકો નથી મળતાં.


થિયેટર સંચાલકોના જણાવ્યા અનુસાર ફરી થિયેટરો શરૂ થતાં ફિલ્મ જોવા માટેની ટિકીટોના ભાવ ખૂબ જ ઓછા રખાયા છે. આ ઉપરાંત કેટલીક ઓફરો પણ દર્શકોને આપવામાં આવી રહી છે. આમ છતાં હજી 10 ટકા લોકો જ ફિલ્મ જોવા માટે આવી રહ્યાં છે. તહેવારોના દિવસો હોવા છતાં પણ હજી એડવાન્સ બુકિંગ નથી થઇ રહ્યું. આ વખતે લોકો ફિલ્મો જોવા માટે પણ લોકોમાં ક્રેઝ ખુબ જ ઓછા જોવા મળી રહ્યા છેય. કોરોના શરૂ થયો ત્યારથી થિયેટરની આ સ્થિતિ છે. થિયેટરનો મેન્ટેનેન્સ અને માણસો પાછળનો ખર્ચો કાઢવો પણ અઘરો સાબિત થયો છે. જો આમ જ ચાલતું રહ્યું તો થિયેટરો બંધ કરવાનો દિવસ આવશે. ૉ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube