ઝી બ્યુરો/અમદાવાદ: નવી જંત્રીનો અમલ તા. 15 એપ્રિલથી થવાનો છે. ત્યારે દસ્તાવેજો માટે લોકોમાં દોડ લાગતા વેઇટિંગ સાથે ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ શનિવાર અને રવિવારે પણ જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. પરંતુ હાલ રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ટેકનીકલ કારણસર 24 અને 25 એપ્રિલ-2023 દરમિયાન સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારને જસ્ટિસ ઝવેરી કમિશનનો રિપોર્ટ સોપાયો,હવે સ્થાનિક ચૂંટણીઓનો રસ્તો ખુલશે


રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગત 11 અને 25૫ માર્ચ તેમજ 04, 07 અને 0 એપ્રિલ-2023ની જાહેર રજાના દિવસોએ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે કાર્યરત હતી, જેના કારણે ગરવી વેબ એપ્લિકેશનનું ટેકનીકલ મેઇન્ટેનન્સ કરવાનું બાકી હતું.


ગુજરાતમાં કોરોનાએ જબરદસ્ત જમ્પ લીધો! નવા પોઝિટીવ કેસમાં વધારો, એક્ટિવ કેસની સંખ્યા.. 


આગામી 24 અને 25 એપ્રિલ-2023ને સોમવાર અને મંગળવારના રોજ ગરવી વેબ એપ્લિકેશનના ટેકનીકલ મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી તેમજ અન્ય તમામ કામગીરી 24 અને 25 એપ્રિલ-2023ને સોમવાર અને મંગળવારના રોજ બંધ રહેશે તેમ, નોંધણી સર નિરીક્ષક સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.


રથયાત્રામાં મહિલા પોલીસકર્મીઓને નહિ પડે તકલીફ, હર્ષ સંઘવીએ કરી છે આ ખાસ વ્યવસ્થા


અગાઉ જે પક્ષકારોએ 24 અને 25 એપ્રિલ-2023ની એપોઈમેન્ટ લીધી હોય તેઓ 26 થી 29 એપ્રિલ-2023 દરમિયાન કોઈપણ દિવસે તેમણે અગાઉ મેળવેલા ટોકન અન્વયે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે તેમ વધુમાં જણાવાયું છે.