હિતલ પારેખ, ગાંધીનગર: કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) રવિવારે મોડી રાત્રે પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા. આજે સવારે તે બોડકદેવ વેક્સીનેશન (Vaccination) કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ રૂપાલ (Rupal) ખાતે વેક્સીન (Vaccination) સેન્ટરની મુલાકાતે પહોંચ્યા છે. રસીકરણ સેન્ટર પર જવાનો હેતું લોકોને ગુજરાત સરકાર (Gujarat Government) ના મોટા રસીકરણ અભિયાનનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્ય સરકાર આ અભિયાન સોમવારથી શરૂ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલ (Rupal) વેક્સીનેશન સેન્ટર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા છે. ત્યારબાદ તેઓ રૂપાલ ખાતે આવેલા વરદાયિની માતા મંદિરે દર્શન કર્યા હતા. 

Amit Shah એ પ્રજા માટે ખુલ્લો મુક્યો વૈષ્ણવદેવી ફ્લાયઓવર, ટ્રાફિકની સમસ્યા થશે હળવી


કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) પંડિત દીન દયાળ ઉપાધ્યાય સેન્ટરમાં રસીકરણ કેંદ્ર (Covid-19 Vaccination Centre) ના નિરિક્ષણ કર્યું હતું અને મોટાપાયે રસીકરણ અભિયાનનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 


નિશુલ્ક વેક્સીન અભિયાનને ગણાવ્યો મોટો નિર્ણય 
ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ કહ્યું કે 'આટલી મોટી વસ્તીવાળા દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને નિશુલ્ક વેક્સીન લગાવવી એક મોટો નિર્ણય છે. આજે યોગ દિવસના દિવસે તેની દેશભરમાં શરૂઆત થઇ રહી છે. હવે અમે ખૂબ ઝડપથી લગભગ તમામને રસી આપવાના ટાર્ગેટની આસપાસ પહોંચી જઇશું. 

Chief Minister વિજય રૂપાણીનું મોટું નિવેદન, મંત્રીમંડળનું વિસ્તરણ નહી થાય


રસીકરણ પ્રક્રિયાને ઝડપી કરવામાં આવશે: અમિત શાહ
અમિત શાહ (Amit Shah) એ કહ્યું કે 'પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વમાં આજે કોરોના વિરૂદ્ધ લડાઇના એક નવા તબક્કાની શરૂઆત થઇ રહી છે. પીએમ મોદી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો કે 21 જૂનથી 18 વર્ષ અથવા તેની વધુની ઉંમરના લોકોને કેંદ્ર સરકાર દ્વારા મફતમાં રસી લગાવવામાં આવશે. તેના હેઠળ રસીકરણની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે. 

World Yoga Day: એક સમયે સાપ વીંછી જોડે રમવા ટેવાયેલા આ બાળકો આજે ભણે છે યોગના પાઠ


અમિત શાહે લોકોને આગળ આવવા માટે કરી અપીલ
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ લોકોને વેક્સીન લગાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે 'કોરોના વિરૂદ્ધ વેક્સીન મોટું હથિયાર છે અને લોકો તેના માટે આગળ આવવા જોઇએ. આ સાથે જ જેમણે પહેલો ડોઝ લીધો છે તે જલદી જ બીજો ડોઝ લઇ લે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube