કેવડિયા: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ના સાનિધ્યમાં કેવડિયામાં આજે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ (Rashtriya Ekta Diwas) ની શાનદાર ઉજવણી કરાઇ રહી છે.. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) એ રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ગૃહમંત્રી અમિત શાહે કેવડિયામાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં દરેકને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા. આવો આજે આપણે સાથે મળીને આપણા પ્રેરણાદાયી લોખંડી પુરૂષ સરદાર સાહેબે બતાવેલા માર્ગને અનુસરીને અખંડ ભારતની એકતા અને સમૃદ્ધિમાં આપણું સર્વશ્રેષ્ઠ આપવાનો સંકલ્પ લઈએ."


આપણા પ્રેરણાસ્ત્રોત લોહ પુરૂષ સરદાર સાહેબના બતાવેલા માર્ગ પર ચાલતાં આવો આજે એકજુટતાની સાથે અખંડ ભારતની એકતા તથા સમૃદ્ધિમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો સંકલ્પ લઇએ. 


સરદાર પટેલનું જીવન આપણને જણાવે છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાની દ્રઢ ઇચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ અને અદમ્ય રાષ્ટ્રપ્રેમથી દેશની અંતર તમામ વિવિધતાઓને એકતામાં બદલીને એક અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ આપી શકે છે. સરદાર સાહેબએ દેશના એકીકરણ સાથે આઝાદ ભારતના વહીવટનો પાયો પણ નાખવાનું કામ કર્યું છે. 


માતૃભૂમિ માટે સરદાર સાહેબનું સમર્પણ, નિષ્ઠા, સંઘર્ષ અને ત્યાગ દરેક ભારતવાસીને દેશની એકતા તથા અખંડતા માટે પોતાને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. અખંડ ભારતના એવા મહાન શિલ્પીની જયંતિ પર તેમના ચરણોમાં વંદન તથા સમસ્ત દેશવાસીઓને 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની શુભેચ્છાઓ. 


આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. 


રાષ્ટ્રીય એકતા દિવસ (Rashtriya Ekta Diwas) ની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં ૬ પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસદળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ ૨૦૧૮ પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા ૨૩ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લઇ રહ્યા છે. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં ૭૬ સભ્યો ભાગ લીધો હતો.
 
દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે અને ભારતની ચારેય દિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી હતી તેઓ પણ આ એકતા પરેડમા સહભાગી બન્યા હતા. 


રાષ્ટ્રીય એકતા પરેડ પછી વુસુ માર્શલ આર્ટનું નિદર્શન યોજાશે અને આઈટીબીપીના કોમ્બેટ વ્હીકલના ખોલના અને જોડનાનું નિદર્શન પણ યોજાશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની ૩૬ ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્કૂલ બેન્ડ પણ કેવડિયામાં યોજાનાર એકતા પરેડમાં ભાગ લઇ રહ્યા છે. 


ઓરિસ્સાના ગંજામના કલાકારો રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube