બુરહાન પઠાણ/આણંદ: રક્ષાબંધન ભાઈ અને બહેનના ભાવનાત્મક સંબંધોનો પ્રતિક પર્વ છે, આ સંબંધ અનમોલ હોય છે. એકવાર રાખડીથી બંધાયેલો આ સંબંધ જીવન પર્યંત સુધી જોડાયેલો રહે છે. એક બાજુ સાંપ્રદાયિકતાના નામ પર લોકો બિનજરૂરી અશાંતિ ફેલાવે છે ત્યાં બીજી બાજુ આણંદમાં સાંપ્રદાયિક સદભાવની મિશાલ 15 વર્ષથી મુસ્લિમ ભાઈ અને હિંદુ બહેનના સંબંધમાં જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રીજ પાસે રહેતા રીઝવાન મેમણ હિંદુ મહિલા નિતુબેનનાં હાથે પોતાનાં કાંડે રાખડી બંધાવીને એમના ભાઈ બન્યા હતા. જે હાલમાં છેલ્લા પંદર વર્ષથી રીઝવાનભાઈ મેમણ દર રક્ષાબંધનના પર્વ પર નિયમિત રાખડી બંધાવીને ભાઈ તરીકેની ફરજ અદા કરી રહ્યા છે.


રક્ષાબંધન પર્વે ભાઈઓને ભેટ: મહિલાઓ સહિત પુરુષોને સિટી બસ સેવાની મુસાફરી ફ્રી


રક્ષાબંધન અને ભાઈબીજનાં તહેવાર પર રીઝવાનભાઈ પોતાની બહેન નિતુબેન શાહનાં ધરે પહોંચી જાય છે,અને નિતુબેન પોતાનાં ધર્મનાં ભાઈને જોતા જ તેઓને હરખભેર આવકારીને ભાઈ રીઝવાનનાં કાંડા પર રાખડી બાંધે છે, જયારે ભાઈ રીઝવાન પણ પોતાની બહેનને વીરપસલી તરીકે યથા યોગ્ય ભેટ આપીને બહેનની રક્ષાનું વચન આપે છે.


ભાઈ...ભાઈ! ગુજરાતના આ ગામના માણસો જ નહીં કૂતરાઓ પણ છે ‘કરોડપતિ', રસપ્રદ છે કારણ


નિતુબેન પણ ઈદ જેવા પર્વ પર રીઝવાનભાઈનાં ધરે જઈને પરિવાર સાથે ઈદની શુભેચ્છાઓ પાઠવે છે. સામાન્ય રીતે આજે લોકો જાતી ધર્મનાં નામે અંદરો અંદર લડી મરતા હોય છે ત્યારે આ બન્ને ભાઈ બહેનએ પોતે અલગ ધર્મનાં હોવા છતાં રક્ષાબંધનની ઉજવણી કરી સમાજમાં કોમી એખલાસ અને રાષ્ટ્રભાવનાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડીને સમાજનાં તમામ લોકોને સાથે મળી દેશ હિતમાં કામ કરવાનો સંદેશ આપ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube