Mehsana : આજે પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીના પાટીદારો પર પ્રહારો કર્યા હતા. તેઓએ સુખી સંપન્ન પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે પાટીદાર સંસ્થાઓને વેપારી સંસ્થા ગણાવી હતી. સાથે જ કહ્યું હતું કે, કડવા અને લેઉવા પાટીદારો વેપારી થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ઉત્તર ગુજરાતમાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજને લઈને કેટલાક વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરશે. આંજણા ચૌધરી સમાજની સભ્ય નોંધણી કરશે, અને સવા લાખ સભ્યો બનાવીશું. જે પાટનગર ગાંધીનગરમાં સામાજિક અને શૈક્ષણિક ધોરણે નિર્માણ કરશે. સમાજના છેવાડાના વર્ગે સુધી તેનો લાભ પહોંચે તેવો પ્રયત્ન કરીશું. કડવા પાટીદાર કે લેઉવા પાટીદાર વેપારી થઈ ગયો છે. પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બાદમાં જાય એવો કાર્યકર કારોબારીમાં નથી. પશુપાલન કરતો કે ગાય ભેંસ રાખતો પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી. પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટી ગયું છે. 


કડવા પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, કુરિવાજો દૂર કરવા હવે મહિલાઓ આવી મેદાનમાં


તેમણે વધુમાં કહ્યું હતું કે,  પાટીદાર સંસ્થાઓને વેપારી સંસ્થા બની છે. કડવા અને લેઉવા પાટીદારો વેપારી થઈ ગયા છે. પાટીદાર સંસ્થાઓમાં માત્ર રૂપિયાઓનું મહત્વ છે. પાટીદારોની સંસ્થાઓમાં સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. આપણે શરૂઆત દેશના પાટનગરથી કરીશું, દેશના પાટનગર સુધી પહોંચીશું. પ્રજાનો મત ભૂતકાળ કરતા વધુ ભાજપ જોડે છે. અર્બુદા સેવા સમિતિ સરકારને પૂરે પૂરું આપે છે. અર્બુદા સેવા સમિતિ વિપુલ ચૌધરી લોકસભામાં ભાજપને સપોર્ટ આપશે. 



મહેસાણામાં અર્બુદા સેનાની સંગઠન બેઠકમાં વિપુલ ચૌધરીએ પોતાના જ સમાજના વ્યક્તિ સામે પણ પ્રહાર કર્યા. તેમણે ડિવાઈન સ્કૂલના માલિક સામે પણ સવાલ ઉઠાવ્યા. ડિવાઈન સ્કૂલ શંકુઝ વોટરપાર્કના માલિક શંકર ચૌધરીની છે. સમાજના ભવન માટે ગાંધીનગરમાં વિપુલ ચૌધરીએ જમીન માંગી છે. અર્બુદા સેવા સમિતિ લોકસભામાં ભાજપને સપોર્ટ કરશે. 


મોબાઈલનું વળગણ હોય તો ચેતી જજો, મોબાઈલની લતે લીધો સુરતની યુવતીનો જીવ