અમદાવાદ : હાલમાં જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ખુબ જ ભયજનક બની છે. રાજ્ય બહારના લોકોને ટાર્ગેટ કરીને ખાસ કરીને હિન્દુ લોકોને ટાર્ગેટ કરીને તેમને મારી નાખવામાં આવી રહ્યા છે. જો કે ભારતીય સૈન્ય દ્વારા પણ આ આતંકવાદીઓ વિરુદ્ધ એન્કાઉન્ટર ચલાવાઇ રહ્યા છે. જેમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે અનેક એન્કાઉન્ટર થયા અને તેમાં ભારતીય સૈન્ય દ્વારા આતંકવાદીઓના દાંત ખાટા કરી દેવાયા છે. જો કે તેમાં ભારતીય સૈન્યને પણ નુકસાન થયું છે. કેટલાક હોનહાર જવાનોએ શહીદી વહોરવી પડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 22 કેસ, 21 સાજા થયા, એક પણ મોત નહી


ગુજરાતના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામનો આર્મી જવાન જમ્મુના મછાલ સેકટરમાં શહીદ થયા છે. હરિશસિંહ રાધેસિહ પરમાર નામના જવાને 25 વર્ષની ઉંમરે શહીદી વહોરી છે. મછાલ સેકટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં થયા શહીદી વહોરી હતી. 2016માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. 2500ની વસ્તી ધરાવતા આ ગામમાં હરિશસિંહની શહિદી અંગેના સમાચાર પહોંચતાની સાથે જ વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું હતું. શહીદ હરીશ સિંહ પરમાર ના પરિવારજનો શોકમાં ગરકાવ થયો હતો. 


શું ગુજરાત પર આતંકી હુમલો કરી શકે પાકિસ્તાન? ભુજમાં સરકાર ઉપરાંત નાગરિકો પણ એલર્ટ પર


કપડવંજ તાલુકાના વણઝારીયા ગામનો આર્મી જવાન જમ્મુના પૂંછ સેકટરમાં શહીદ થયા હતા. હરિશસિંહ રાધેસિહ પરમાર નામના જવાને 25 વર્ષની ઉંમરે બહાદુરી પુર્વક શહીદી વહોરી હતી. પૂંછ સેકટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં થયા શહીદ થયા હતા. 2016માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. 2500ની વસ્તી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન થયું હતું. શહીદ હરીશ સિંહ પરમારના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube