Gujarat assembly By Election: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણી પંચે સત્તાવાર ચૂંટણી તારીખો જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતમાં 26 લોકસભાની સાથે 5 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીઓને લઈને મતદાન તારીખથી લઈ મતદાન ગણતરી સુધીનો તમામ કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેર કરી દેવામાં આવ્યો છે. આપને જણાવીએ કે, ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ સાથે જ પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. લોકસભાની ચૂંટણીનો પરિણામ 4 જૂને રજૂ કરાશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી 19 અપ્રિલના રોજ યોજાશે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે.



5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી
ગુજરાતની 6 બેઠકની વાત કરીએ તો આ પહેલા 4 બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. જ્યારે એક બેઠક પર 1 SS જીતી હતી અને 1 અપક્ષના નેતાએ જીતી હતી પરંતુ આ છ બેઠક પરથી ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપતા હવે ફરી પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. 



ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. વિજાપુર, ખંભાત,  વાઘોડિયા,  માણાવદર અને પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. વિસાવદર બેઠક ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 


ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સાથે ચૂંટણી પંચ દ્વારા બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.