Gujarat Election 2022 BJP Candidates List: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપે આખરે વધુ એક ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેરાલુંથી સરદાર ચૌધરીની ટિકિટ અપાઈ છે. જ્યારે માણસામાં જયંતિ પટેલને ટિકિટ અપાઈ છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ અપાઈ છે. ભાજપની આ યાદીની સાથે જ માણસા અને ખેરાલુ બેઠકનું કોકડું ઉકેલાઈ ગયું છે. માણસા બેઠક પર અમિત ચૌધરીને ભાજપે ટિકિટ આપી નહોતી. ખેરાલુથી અજમલજી ઠાકોરની ટિકિટ કપાઈ છે. ખેરાલુ બેઠક પર 20 વર્ષ બાદ ચૌધરી સમાજને ટિકિટ મળી છે.


અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે ત્યારે ભાજપે અત્યાર સુધીમાં 181 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ સાથે જ વડોદરા માંજલપુર એક જ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરવાના બાકી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube