ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વખતે રોમાંચક રહેશે તે નક્કી છે. કેમ કે અત્યારસુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ થતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં છે. અને જોરશોરથી ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે. ખુદ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતમાં ખૂણેખૂણા ફરી રહ્યા છે. અને મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની વચ્ચે આજે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠકની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીંબડી બેઠકનો ઈતિહાસ:
લીંબડી બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. અત્યાર સુધી બેઠકના ઈતિહાસની વાત કરીએ તો બેઠક પર ઉમેદવારો બદલાતા રહ્યા છે. સૌથી વધારે વખત ભાજપના કિરીટસિંહ રાણા ચૂંટણી લડી ચૂક્યા છે અને જીત્યા પણ છે.


લીંબડી બેઠક પર મતદારો:
બેઠક પર કુલ 2 લાખ 72 હજાર 81 મતદારો છે. જેમાં 1 લાખ 43 હજાર 853 પુરુષ મતદારો છે. અને 1 લાખ 28 હજાર 194 મહિલા મતદારો છે.


2017નું પરિણામ:
2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પરથી સોમા ગાંડા પટેલનો વિજય થયો હતો. જોકે થોડા સમય પછી તેમણે રાજીનામું આપી દેતાં બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના કિરીટસિંહ રાણાની જીત થઈ હતી. કિરીટસિંહ રાણા સૌથી વધારે વખત લીંબડીના ધારાસભ્ય રહ્યા છે.


વિધાનસભા ચૂંટણીમાં લીંબડી બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર                    પક્ષ

1962  પેથાભાઈ પરમાર                 કોંગ્રેસ
1967  એચ.આર.દોરીયા               સ્વતંત્ર
1972  હરીભાઇ રત્નાભાઇ દોરીયા         કોંગ્રેસ
1975  શાહ નંદલાલ સુંદરજી           કોંગ્રેસ
1980  દવે ત્રંબકલાલ મોહનલાલ           કોંગ્રેસ
1982  આર.જે.કેસરિસિંહ                BJP
1985  જનકસીંગ ખેંગરજી રાણા          કોંગ્રેસ
1990  જીતુભા કેસરસિંહ રાણા         BJP
1995  રાણા કિરીટસિંહ જીતુભા        BJP
1998  રાણા કિરીટસિંહ જીતુભા        BJP
2002  ભરવાડ ભવાનભાઇ જીવણભાઇ   કોંગ્રેસ
2007  કિરીટસિંહ જીતુભા રાણા          BJP
2012  સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ   કોંગ્રેસ
2013  કિરીટસિંહ જીતુભા રાણા        BJP
2017  સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ   કોંગ્રેસ


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube