ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જેને પગલે આચારસંહિતા પણ લાગૂ થઈ ચૂકી છે. જોકે, કેટલીક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને પણ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વિધાનસભાની વાતમાં આપણે વિવિધ બેઠકોના લેખાજોખા અને રાજકીય સમીકરણો અંગે વાત કરીએ છીએ. આ આર્ટિકલમાં વાત કરીશું લુણાવાડા બેઠકની. ગુજરાતના મહિસાગર જિલ્લામાં વિધાનસભાની બે બેઠક આવે છે. જેમાંથી એક છે લુણાવાડા વિધાનસભા બેઠક. લુણાવાડા જિલ્લા મુ્ખ્યાલય પણ છે અને તેને લોકો છોટો કાશીના નામથી ઓળખે છે. અહીંયા સંસ્કૃત પાઠશાળામાં મોટા-મોટા વિદ્વાન સંસ્કૃતનો અભ્યાસ કરી ચૂક્યા છે. દેશના બંધારણનું સંસ્કૃતમાં રૂપાંતરણ અહીંયા જ વિદ્વાન એમ.એ.દવેએ કર્યું છે. આઝાદી પહેલાં લુણાવાડા સ્ટેટ હતું. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલ કથા કૃષ્ણ ઘેલો સ્ટેટના દીવાન નર્મદા શંકર મહેતાએ લખી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુણાવાડા બેઠક પર મતદારો:
લુણાવાડા બેઠક પર કુલ 2 લાખ 83 હજાર 885 મતદારો છે. જેમાં 1 લાખ 45 હજાર 467 પુરુષ મતદારો છે અને 1 લાખ 38 હજાર 414 મહિલા મતદારો છે.


લુણાવાડા બેઠક પર જાતિગત સમીકરણ:
લુણાવાડા બેઠકના જાતિગત સમીકરણ પર નજર કરીએ તો અહીંયા 2 લાખ 60 હજાર 498 મતદારો છે. જેમાં 34 ટકા ઓબીસી અને 20 ટકા પાટીદાર મતદારો છે. ઓબીસી મતદારોની સંખ્યા વધારે હોવા છતાં ઓબીસી સમાજના આગેવાન અને 2002માં ભાજપના ધારાસભ્ય રહેલા કાળુભાઈ માલીવાડ 2007માં 84 મતથી અને 2012માં 370 મતથી હારી ગયા હતા.


બેઠકનો રાજકીય ઈતિહાસ:
લુણાવાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય હીરાભાઈ પટેલે 2007 અને 2012માં જીત હાંસલ કરી હતી. જોકે વર્ષ 2017ની ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. તેમની જગ્યાએ કોંગ્રેસના કદાવર નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના જમાઈ પરમદિત્યજીત સિંહને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે પણ આ ચૂંટણીમાં હારી ગયા હતા. આ સીટ પર ભાજપના ઉમેદવાર મનોજ પટેલની પણ હાર થઈ હતી. જ્યારે અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડનો વિજય થયો હતો. વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી રતનસિંહ રાઠોડે ભાજપ જોઈન કરી લીધી હતી. જેના પછી પાર્ટીએ તેમને 2019 લોકસભાની ચૂંટણીમાં પંચમહાલથી ઉમેદવાર બનાવ્યા હતા.


લુણાવાડા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર                    પક્ષ

1962  જતાશંકર પંડ્યા                 કોંગ્રેસ
1967  કેબી દવે                      સ્વતંત્ર
1972  ડી.કે.ભટ્ટ                       અપક્ષ
1975  શાંતિલાલ શાહ                એનસીઓ
1980  ધીરેન્દ્રસિંહ સોલંકી             કોંગ્રેસ
1985  હરગોવિંદ ઉપાધ્યાય             જેએનપી
1990  ધીરેન્દ્રસિંહ સોલંકી             કોંગ્રેસ
1995  હરગોવિંદસિંહ ઉપાધ્યાય       બીજેપી
1998  સુરપાલસિંહ સોલંકી             કોંગ્રેસ
2002  કાળુભાઈ માલીવાડ           બીજેપી
2007  હિરાભાઈ પટેલ              કોંગ્રેસ
2012  હિરાભાઈ પટેલ              કોંગ્રેસ
2017  રતનસિંહ રાઠોડ             અપક્ષ
2019  જીગ્નેશ સેવક                 ભાજપ


2017નું પરિણામ:
2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને બીજેપીને હરાવીને અપક્ષ ઓબીસી ઉમેદવાર રતનસિંહ રાઠોડે જીત મેળવી હતી. 2019ની પેટાચૂંટણીમાં ગુલાબસિંહ ચૌહાણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસે 2019ની ચૂંટણીમાં તેમને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે ઓબીસી જાતિના હોવા છતાં તે ચૂંટણી હારી ગયા અને સવર્ણ જાતિના જિગ્નેશ સેવકને જીત મળી હતી. આ સીટ પર જાતિવાદની અસર જોવા મળતી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube