સપના શર્મા, અમદાવાદઃ ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ-કોંગ્રેસ જેવા પરંપરાગત રાજકીય પક્ષોની સાથો-સાથ આ વખતે દિલ્લીથી આવેલી કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ મેદાન-એ-જંગમાં સામેલ થઈ છે. જેને કારણે આવખતે ગુજરાતમાં ત્રિ-પાંખિયો જંગ જામશે. ત્યારે આ ત્રિ-પાંખિયા જંગમાં જમાવટ કરવાની તૈયારી કરી લીધી છે જાણીતા ગુજરાતી ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજે. ખોટી વાત કરશો તો નઈ ગમે મને....જેવા અનેક ગુજરાતી ગીતો ગાઈને લોકોના દિલો પર રાજ કરનારા જીગ્નેશ કવિરાજને લાગ્યો છે રાજકારણનો રંગ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 કલાક સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં જીગ્નેશ કવિરાજે જણાવ્યુંકે, હું આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જંપલાવી રહ્યો છું. ભાજપ-કોંગ્રેસ કે આપ દરેક પક્ષના લોકો મને ઓળખે છે. પણ હજુ મને કોઈએ ઓફર કરી નથી. મેં ભાજપના ઘણા કાર્યક્રમો કર્યા પણ મને કોઈએ ટિકિટ માટેની વાત ન કરતા મેં છેલ્લે અપક્ષ લડવાનું નક્કી કર્યું છે. મારે મારા ગામ માટે મારા વતન માટે કંઈક કરવું છે તેથી હું મારા વતનથી ચૂંટણી લડવા માંગુ છું. તેથી આવખતે હું ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલાં ખેરાલુથી વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવીશ.


જીગ્નેશ કવિરાજે જણાવ્યુંકે, રાજકારણમાં જોડાવાનો વિચાર મને અચાનક નથી આવ્યો. જ્યારે પણ હું મારા ગામમાં મારા વતનમાં ખેરાલુમાં જતો ત્યારે મને ત્યાંના લોકો ત્યાંના વિસ્તાર માટે કંઈક કરવાની ઈચ્છા થતી હતી. નાનપણથી જ મને મારા ગામ પ્રત્યે કંઈક કરવાની ઈચ્છા છે. મને મારા વતને મારા ગામના લોકોએ ગાયક કલાકાર તરીકે સ્વીકાર્યો છે. મને આ ગામના લોકોએ મોટો બનાવ્યો. ત્યાંના લોકોની ઈચ્છા છેકે, હું ચૂંટણી લડું.


જીગ્નેશ કવિરાજે વધુમાં જણાવ્યુંકે, મેં મારા ગામના લોકોને મારા ચાહક વર્ગને વચન આપ્યું હતુંકે, જ્યારે મારો સમય આવશે ત્યારે હું ચૂંટણી લડીશ. આ વખતે હવે મને એવું લાગ્યું છેકે, હવે મારો સમય આવ્યો છે તો હું ચૂંટણી લડીશ. મેં ભાજપના ખુબ કાર્યક્રમો કર્યા છે. મેં ભાજપના ખુબ કાર્યક્રમ કર્યા છે. પણ મને હજુ કોઈ ઓફર આપી નથી ટિકિટ માટે. એટલે હું જાતે અપક્ષ ઉમેદવારી કરવા માંગું છું. બધા પક્ષ જોડે સંપર્કમાં છું. 


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube