હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી હજુ જાહેર થઇ નથી. જો કે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ શરુ થઇ ગયો છે. એકબીજાને ટ્રેપમાં લેવા એકપણ તક છોડવામાં આવતી નથી. રાજકીય નિષ્ણાંતોના મતે કોગ્રેસ ભલે ગુજરાતમાં બીજા નંબરનો પક્ષ હોય પણ ચૂંટણી પહેલાના જંગમાં આમ પ્રજામાં ભાજપ અને આપ વચ્ચે જ સીધો જંગ ચાલી રહ્યો હોય તેવી ધટનાઓ બની રહી છે. શરુઆતમાં ભાજપ દ્રારા સતત પ્રયાસ કરવામાં આવ્યો કે, ગુજરાતમાં ત્રીજો મોરચો ચાલતો જ નથી આથી આપ પાર્ટીની નોંધ લેવાની કોઇ જરુરીયાત નથી. પણ આજે પરિસ્થિતિ ખુબ બદલાઇ ગઇ છે. ભાજપ માને કે ન માને પણ ભાજપના મોવડીમંડળ કે કાર્યકરો અત્યારે ડગલે પગલે આપની નોંધ લઇ રહ્યો છે.
 
સામાન્ય રીતે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ શાસનમાં રહ્યુ છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં ભાજપ પોતાની રણનિતી પ્રમાણે જ ચૂંટણી પ્રચાર કરતો હતો. એટલુ જ નહી પણ વિરોધ પક્ષને પણ પોતાના એજન્ડાને આધારે ચૂંટણી પ્રચાર કરવા મજબુર કરતો હતો. ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં 2001 એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્રિય રાજકારણમાં પ્રવેશ અને મુખ્યમંત્રી બન્યા પછી સતત વિરોધપક્ષને પોતાના જ એજન્ડા પર રાખી ગુમરાહ કરવામાં સફળ રાજનીતિ કરી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

75 કરોડના ખર્ચે બનેલા ભુજોડી બ્રિજમાં 3 માસમાં જ પડી તિરાડો, વિડિયો થયો વાયરલ


સામાન્ય રીતે કોંગ્રેસના નેતાઓની નબળી બાજુનો ઉપયોગ કરવામાં સફળ રહ્યા.નરેન્દ્ર મોદી ચૂંટણી સભામાં એક વિવાદાસ્પદ નિવેદન કરતાં અને પછી આખેઆખી કોગ્રેસ મોદીના નિવેદનની પાછળ દૌરાતી હતી. જેનાથી સીધો લાભ ભાજપને મળતો હતો. છેલ્લા ચૂંટણી વર્ષમાં કોગ્રેસના ઘરના ઘરની યોજના કે કેન્દ્ર સરકારનો અન્યાયની જાહેરખબરોથી ભાજપ પણ ટ્રેપમાં આવ્યું હતું. પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચાણક્ય નીતિથી આ ટ્રેપમાંથી ભાજપ બહાર આવવામાં સફળ રહ્યું હતું.
 
2022ની વિધાનસભા ચૂંટણીમાં આપ પાર્ટીનો પ્રવેશ થયો છે. ભાજપ કાયમ વિરોધ પક્ષને ટ્રેપમાં લેવામાં સફળ થતુ રહ્યુ છે. પણ પહેલી વખતે ભાજપ સતત ટ્રેપમાં આવી રહ્યુ હોવાનો મત રાજકીય નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્ટાઇલથી જ આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં વીજળી મફત આપવાની જાહેરાતથી શરુ કરીને અત્યાર સુધી આપના તમામ ગેરંટીમાં ભાજપ ટ્રેપમાં આવી રહ્યુ છે. હદ તો ત્યાં થઇ કે,અરવિંદ કેજરીવાલની ટ્રેપમાં રેવડી શબ્દ પ્રયોગથી મહારથીઓ મેદાનમાં આવ્યા. ગુજરાતમાં અત્યારે માત્ર આપ જ ટ્રેપનો દાવ નાખી રહ્યુ છે એવું પણ નથી. ભાજપ દ્વારા પણ આપ પાર્ટીને ટ્રેપમાં લેવા માટે અનેક દાવ નાખવામાં આવ્યા છે.

Rohit Sharma: Bollywood માં 'પુષ્પાની શ્રીવલ્લી' સાથે ધમાલ મચાવશે રોહિત શર્મા, સામે આવ્યો મૂવીનો પ્રથમ લુક


ભાજપ દ્વારા બે મંત્રીઓના ખાતા પાછા લેવાની ધટના પણ ભાજપની ટ્રેપ નાખવાનો જ પ્રયાસ હોવાનું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. જો કે મંત્રીઓના ખાતા પાછા લીધાના બીજા જ દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી ગુજરાતમાં બે દિવસ હોવા છતાં મંત્રીઓના ખાતા પાછા લેવા પર એકપણ નિવેદન નહી આપી ભાજપની ટ્રેપમાંથી બચ્યા હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. આમ અત્યારે ભાજપ અને આપ પાર્ટીના નેતાઓ એકબીજાને ટ્રેપમાં લેવાની મથામણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં મોતના સોદાગાર વાકય માત્રથી ગુજરાત વિધાનસભાના પરિણામો ભાજપની તરફેણમાં રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube