Gujarat Assembly Election 2022: ગુજરાતમાં અહીં શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાશે મતદાન મથક, 212 મતદારો કરશે વોટિંગ
ભરૂચ નજીક આલીયાબેટ ટાપુ આવેલો છે, ત્યારે વર્ષ 2021 માં સ્થાનિકો ચૂંટણીઓમાં ચૂંટણી પંચે પ્રથમ વખત અહીં મતદાન મથક બનાવ્યું હતું. તે સમયે મતદાન મથકમા 204 મતદારોએ વોટ આપ્યો હતો.
Gujarat Assembly Election 2022: આજે કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઇ છે. ગત વખતની જેમ આ વખતે પણ કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ વખતે ચૂંટણી પંચે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં અન્ય મતદાન મથકોથી અલગ મતદાન મથક ઉભું કરવામાં આવશે.
ભરૂચ નજીક આલીયાબેટ ટાપુ આવેલો છે, ત્યારે વર્ષ 2021 માં સ્થાનિકો ચૂંટણીઓમાં ચૂંટણી પંચે પ્રથમ વખત અહીં મતદાન મથક બનાવ્યું હતું. તે સમયે મતદાન મથકમા 204 મતદારોએ વોટ આપ્યો હતો. આ પોલિંગ બૂથ એક સ્કૂલના શેડમાં બનાવવામાં આવ્યું હતું. અહીં લગભગ 600 લોકોની વસ્તી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.
આલિયા બેટ એ એક નાનો ટાપુ છે જે ભરૂચ જિલ્લામાં ભાડભૂત કિનારાની નજીક સ્થિત છે. તે નર્મદા નદી પરનો એક નાનો ટાપુ છે જેનો વિસ્તાર વિશાળ છે. અહીં પશુપાલનનો વ્યવસાય કરતા જત કોમના લોકો રહે છે. સ્થાનિકો પાસે મોટી સંખ્યામાં ભેંસ અને ઊંટ છે. બોટમાં ભરૂચ અને હાંસોટના કિનારે પહોંચી સ્થાનિક ગામોમાં તે દૂધનો વ્યવસાય કરે છે. અહીંના સ્થાનિકો ખુબજ પછાત જીવન જીવે છે જેઓ વીજળી માટે સોલર લાઈટ ઉપર નિર્ભર છે. દૂર આપવા જતા લોકો પરત કેનમાં પીવાનું પાણી ભરી લાવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube