સિદ્ધપુર બેઠક પર 1962થી અત્યાર સુધી માત્ર 4 વખત BJPની જીત, આ વખતે મળશે કોંગ્રેસને ધોબીપછાડ?
પાટણ જિલ્લાની મહત્વની બેઠક માનવામાં આવે છે સિદ્ધપુર બેઠક. પુરુષ માટે તર્પણ માટે ચાણોદ અને મહિલાઓ માટે તર્પણની વિધિ સિદ્ધપુરમાં કરવામાં આવે છે. આ બેઠક પર કોંગ્રેસ મોટાભાગે વિજયી બન્યું છે. જ્યારે ભાજપ 1962થી લઈને અત્યાર સુધી માત્ર 4 વખત જ વિજયી બન્યું છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની મહત્વની બેઠક છે સિદ્ધપુર. આ બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ વિજયી બન્યું છે. પરંતુ આ વખતે કાંટે કી ટક્કર જોવા મળશે તે નક્કી છે. સિદ્ધપુર માતૃ તર્પણ માટે જાણીતું છે. ભાજપ-કોંગ્રેસ એકબીજાને અહીંયા ટક્કર આપી રહ્યા છે. કેમ કે છેલ્લી પાંચ ચૂંટણીમાં અહીંયા ભાજપ અને કોંગ્રેસનો મુકાબલો 2-3નો રહ્યો છે. ત્યારે આ વખતે કોંગ્રેસ જીત મેળવીને અંતર વધારવાનો પ્રયાસ કરશે તે નક્કી છે.
સિદ્ધપુર બેઠક:
સિદ્ધપુર બેઠક પર સિદ્ધપુર તાલુકો અને પાટણ તાલુકાના 36 ગામડાઓનો સમાવેશ થાય છે. જેમાં અજુજા, મુના, ખરેડા, ઉંટવાડા, અમરપુરા, વહાણા, ભાટસણ, કોઈતા, રવિયાણા, ખોડાણા, હૈદરપુરા, દેલવાડા, ગણેશપુરા, જખા, લક્ષ્મીપુરા, કનોસણ, વડુ, કિંબુઆ, કોટવાડ અને સનોદર્દા જેવા ગામડાઓનો સમાવેશ થાય છે.
સિદ્ધપુર બેઠક પર મતદારો:
સિદ્ધપુર બેઠક પર 1 લાખ 37 હજાર 807 પુરુષ મતદારો છે. અને 1 લાખ 27 હજાર 843 મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ 2 લાખ 65 હજાર 650 મતદારો છે.
સિદ્ધપુર બેઠકનું રાજકીય સમીકરણ:
આ બેઠક પર 27 ટકા ઠાકોર, 24 ટકા મુસ્લિમ, 11 ટકા દલિત મતદારો, 9 ટકા પાટીદાર, 8 ટકા બક્ષીપંચ મતદારો, 6 ટકા માલધારી, 5 ટકા સવર્ણ અને 10 ટકા અન્ય મતદારો છે. જ્યારે જ્ઞાતિ પ્રમાણે મતદારોના આંકડા પર નજર કરીએ તો સિદ્ધપુરમાં સૌથી વધારે 65,000 ઠાકોર મતદારો, 63 હજાર મુસ્લિમ મતદારો, 25 હજાર પટેલ, 12 હજાર રબારી, 5900 બ્રાહ્મણ, 3800 રાજપૂત સહિત અન્ય સમાજના મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર અત્યાર સુધી અલગ-અલગ ધર્મના ધારાસભ્ય બન્યા છે.
સિદ્ધપુર બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 બાલુ બકરુદ્દીન કોંગ્રેસ
1967 પી.એન.લલ્લુભાઈ કોંગ્રેસ
1972 પટેલ વિઠ્ઠલભાઈ એનસીઓ
1975 પટેલ વિઠ્ઠલભાઈ એનસીઓ
1980 બટી શરીફભાઈ કોંગ્રેસ
1985 રાવલ નરેન્દ્રભાઈ કોંગ્રેસ
1990 જય નારાયણ વ્યાસ ભાજપ
1995 જય નારાયણ વ્યાસ ભાજપ
1998 જય નારાયણ વ્યાસ ભાજપ
2002 બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસ
2007 જય નારાયણ વ્યાસ ભાજપ
2012 બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસ
2017 ઠાકોર ચંદનજી કોંગ્રેસ
આ વીડિયો પણ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube