વિધાનસભાની વાતઃ કપડવંજ કેમ ગણાય છે કોંગ્રેસનો કિલ્લો? શું ડબલ એન્જિનથી કપડવંજમાં ખિલશે કમળ?
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ 2017માં નવા સીમાંકન પછી કઠલાલ વિધાનસભાનો કપડવંજમાં વિલય કરી દેવામાં આવ્યો હતો. કઠલાલમાં બીજેપી ક્યારેય પોતાનું ખાતું ખોલી શકી નથી. આથી 2017માં કપડવંજમાં ભાજપને બે પ્રકારે નુકસાન થયું હતું. હવે કપડવંજની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો દબદબો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું કપડવંજ વિધાનસભાની વાત...
કપડવંજ શબ્દ કપડાં અને વાણિજ્ય શબ્દને જોડીને બનેલું છે. એટલે શહેરના નામનો અર્થ છે કપડાંના વેપારનું કેન્દ્ર. ગુજરાતના કપડવંડ વિધાનસભા બેઠકની આ જ ઓળખ છે. એક સમયમાં તે ટેક્સટાઈલ્સનું હબ હતું. કપડવંજ ખેડા જિલ્લામાં આવેલું એક શહેર છે અને નદીકિનારે વસેલું છે. તે અમદાવાદથી 65 કિમી અને વડોદરાથી 93 કિમી દૂર છે. રાજા સિદ્ધરાજ જયસિંહે ગુજરાતમાં કેટલાંક શાનદાર સ્થાપત્ય સંરચનાઓનું નિર્માણ કર્યું હતું. જેમાં શહેરના કેન્દ્રમાં બે ઉત્તમ વાવ અને એક તોરણ બનાવ્યું હતું. કુંડવા નામનું મુખ્ય સંરચના એક આયતાકાર સંરચના છે. જે મોઢેરા સૂર્યમંદિરની સીઢી સમાન છે. જોકે મોઢેરાની સરખામણીમાં તે નાનું છે.
રાજકીય સમીકરણ:
કપડવંજમાં અત્યાર સુધી 9 વખત ચૂંટણી યોજાઈ છે. અને 1990 સુધી આ સીટ કોંગ્રેસના ખાતામાં હતી. તેના પછી સતત 3 વખત ભાજપે આ સીટ પર કબજો કર્યો. ક્ષત્રિય અને ઓબીસી મતદારોએ 1995માં ભાજપના ઉમેદવારને જીત અપાવી. તેના પછી 1998 અને 2002માં પણ ભાજપના બિમલ શાહ બે વખત ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા. વિમલ શાહ કેશુભાઈ પટેલની સરકારમાં પરિવહન મંત્રી પણ બન્યા. પરંતુ 2007માં તે ચૂંટણી હારી ગયા અને કોંગ્રેસના ઉમેદવાર મણિભાઈ પટેલ જીતી ગયા.
બેઠક પર મતદારો:
આ બેઠક પર કુલ 2 લાખ 74 હજાર 529 મતદારો છે. જેમાં 1 લાખ 40 હજાર 717 પુરુષ મતદારો છે. તો 1 લાખ 33 હજાર 801 મહિલા મતદારો છે.
2017નું પરિણામ:
2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કાળુભાઈ ડાભીએ આ બેઠક પરથી જીત મેળવી હતી.
કપડવંજ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 પરીખ ઉત્સવભાઈ કોંગ્રેસ
1967 કે.એન.દોશી સ્વતંત્ર
1972 બુધાજી ચૌહાણ એનસીઓ
1975 બુધાજી ચૌહાણ કોંગ્રેસ
1980 બુધાજી ચૌહાણ કોંગ્રેસ
1985 બુધાજી ચૌહાણ કોંગ્રેસ
1990 રાઠોડ રતનસિંહ કોંગ્રેસ
1995 મણિલાલ પટેલ ભાજપ
1998 બિમલ શાહ ભાજપ
2002 બિમલ શાહ ભાજપ
2007 મણિભાઈ પટેલ કોંગ્રેસ
2012 શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ
2017 કાળુભાઈ ડાભી કોંગ્રેસ
કપડવંજની મુખ્ય સમસ્યાઓ:
ખેડામાં વિકાસ અને ભ્રષ્ટાચાર મુખ્ય સમસ્યા છે. રોજગાર, રસ્તા, પાણીની અછત અને પ્રાથમિક સુવિધાઓની વાતો દરેક પાર્ટી કરે છે પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં આ સુવિધાઓનો સદંતર અભાવ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube