Gujarat Voting: પ્રથમ તબક્કાના મતદાનનો ફાઈનલ આંકડો આવ્યો, પાટીદારોના ગઢમાં વોટિંગ ઘટ્યું
Gujarat Election Voting : પ્રથમ તબક્કામાં સરેરાશ મતદાનનો આંકડો 63.14 પર પહોંચ્યો.... સૌથી વધુ નર્મદા જિલ્લામાં 78.24 ટકા અને સૌથી ઓછું બોટાદ જિલ્લામાં 57.58 ટકા મતદાન....
Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કામાં કુલ મતદાનનો ફાઈનલ આંકડો સામે આવી ગયો છે. ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લામાં 78.24 ટકા અને સૌથી ઓછું બોટાદ જિલ્લામાં 57.58 ટકા મતદાન થયું છે. તો તાપીમાં 76.91 અને નવસારીમાં 71.06 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે જ એ આંકડા પણ સામે આવ્યા કે, પાટીદારોની 12 બેઠકમાં 5થી 9% મતદાન ઘટ્યું. તો પીએમ મોદીએ જ્યાં સભા કરી હતી તે જેતપુરમાં 7% મતદાન ઘટ્યું છે. તો ભાજપના ગઢ સુરતમાં 61.71 ટકા મતદાન નોંધાયું છે.
પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી
દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં સરેરાશ 66.45 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચનો આંકડો બતાવે છે કે, 2017ની ચૂંટણીની સરખામણીએ 2022 ની ચૂંટણીમાં 7 ટકા ઓછું મતદાન નોંધાયું છે. તો ભાજપનો ગઢ કહેવાતા સુરતમાં પણ મતદાન ઘટ્યું છે. સુરતની અનેક બેઠકો પર પાટીદારોનું વર્ચસ્વ છે. ત્યાં પણ મતદાન ઘટ્યું છે.
વરાછામાં 56.38 ટકા મતદાન થયું, 2017માં થયું હતું 63.4 ટકા
કતારગામમાં 64.7 ટકા મતદાન, 2017માં થયું હતું 56.3 ટકા
સુરત ઉત્તરમાં 58.69 ટકા, 2017માં 64.6 ટકા મતદાન થયું હતું
માત્ર વાંસદા બેઠક પર 2017 કરતા 0.65 ટકા મતદાન વધ્યું
વાંસદામાં 78.27 ટકા, 2017માં 77.62 ટકા નોંધાયું હતું
આમ, સુરતમા પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી વરાછા અને કતારગામમાં 2022 ની ગુજરાતી ચૂંટણીમાં રસાકસીનો જંગ ચાલી રહ્યો છે. આ બેઠકો પર ભાજપની સીધી જંગ આમ આદમી પાર્ટી છે. કારણ કે, આપ ગુજરાતના બે દિગ્ગજ લીડર અલ્પેશ કથીરિયા અને ગોપાલ ઈટાલિયા આ બેઠકો પર મેદાને છે. સુરત શહેરમાં વિધાનસભાની 12 બેઠક આવેલી છે.
પ્રથમ તબક્કામાં મતદાનનો ફાઈનલ આંકડો, ક્યાં કેટલુ મતદાન
નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન...
જામનગર જિલ્લામાં સૌથી ઓછું 59.51 ટકા મતદાન...
કચ્છમાં 59.80 ટકા મતદાન..
સુરેન્દ્રનગરમાં 62.46 ટકા મતદાન..
મોરબીમાં 69.95 ટકા મતદાન...
રાજકોટમાં 60.45 ટકા મતદાન..
જામનગરમાં 58.42 ટકા મતદાન..
દેવભૂમિ દ્વારકામાં 61.71 ટકા મતદાન..
પોરબંદરમાં 59.51 ટકા મતદાન..
જૂનાગઢમાં 59.52 ટકા મતદાન..
ગીર સોમનાથમાં 65.93 ટકા મતદાન..
અમરેલીમાં 57.59 ટકા મતદાન..
ભાવનગરમાં 60.82 ટકા મતદાન..
બોટાદમાં 57.58 ટકા મતદાન...
નર્મદામાં 78.24 ટકા મતદાન..
ભરૂચમાં 66.31 ટકા મતદાન...
સુરતમાં 62.27 ટકા મતદાન..
તાપીમાં 76.91 ટકા મતદાન..
ડાંગમાં ટકા 67.33 ટકા મતદાન..
નવસારીમાં 71.06 ટકા મતદાન..
વલસાડમાં 69.40 ટકા મતદાન..