Gujarat Chutni 2022 : ચૂંટણીનો મહાસંગ્રામ કોને ગુજરાત વિધાનસભાની હોટ સીટ પર પહોંચાડશે, પ્રથમ તબક્કાનું મતદાન આ મંત્રીઓ માટે લિટમસ ટેસ્ટ બન્યું
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આખરે પૂર્ણ થયું. આ સાથે જ ભાજપના અનેક મંત્રીઓનું ભાવિ EVMમાં સીલ થયું છે. કયા છે આ દિગ્ગજો, તેમણે ક્યાં મતદાન કર્યું, જોઈએ આ અહેવાલમાં....
Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આખરે પૂર્ણ થયું. ગુજરાત ચૂંટણીની વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન હેમખેમ પૂર્ણ થયું. મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. તો તેમાં કેટલાક મહારથીનું ભાવિ EVM માં સીલ થયું છે. જેમાં મોટાભાગના મંત્રીઓ છે.
જો કે સૌની નજર એ બેઠકો પર છે, જ્યાંથી મહારથીઓ મેદાનમાં હતા. આ મહારથીઓમાં વર્તમાન સરકારના મંત્રીઓ તેમજ વિપક્ષના મોટા ચહેરાનો પણ સમાવેશ થાય છે. જેમણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન કર્યું. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના 11 મંત્રીઓનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે.
મંત્રીમંડળના મોટા ચહેરા પર નજર કરીએ તો મજૂરાથી હર્ષ સંઘવી, ભાવનગર પશ્વિમથી જીતુ વાઘાણી, કતારગામથી વિનુ મોરડિયા, જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલ અને કપરાડાથી જીતુ ચૌધરીએ મતદાન કર્યું. તમામે પોતાની જીતના દાવા કર્યા હતા.
જીતુભાઈ વાઘાણી (ભાવનગર)- શિક્ષણ મંત્રી
પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ)- માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસ અને યાત્રાધામ
રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)-કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન
કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ)- નાણા મંત્રાલય
કિરિટસિંહ રાણા (લીંબડી)- વન પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, છાપકામ, સ્ટેશનરી,
નરેશ પટેલ (ગણદેવી-નવસારી)- વન પર્યાવરણ આદિજાતી
હર્ષ સંઘવી (મજૂરા-સુરત)- ગૃહ રાજ્ય મંત્રી, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃિત પ્રવૃતિઓ
જીતુભાઈ ચૌધરી (કપરાડા,વલસાડ)- કલ્પસર, મત્સ્યોદ્યોગ
મુકેશ પટેલ (ઓલપાડ, સુરત)- કૃષિ અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ
વિનુ મોરડિયા (કતારગામ, સુરત)- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
દેવાભાઈ માલમ (કેશોદ, જૂનાગઢ)- પશુપાલન અને ગૌ સંવર્ધન
સુરત સિવાય દક્ષિણ ગુજરાતમાં ભાજપના જે મોટા ચહેરાઓનું નસીબ દાવ પર છે તેના પર નજર કરીએ તો તેમાં કપરાડાથી જીતુ ચૌધરી, પારડીથી કનુ દેસાઈ અને ઉમરગામથી રમણ પાટકરનો સમાવેશ થાય છે. ઝઘડિયાથી અપક્ષ ઉમેદવારી કરી રહેલા બીટીપીના સ્થાપક છોટુ વસાવા માટે આ ચૂંટણી નિર્ણાયક છે.
જામનગર ઉત્તરથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ મતદાન બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ચૂંટણી તેમની રાજકીય કારકિર્દી માટે લિટમસ ટેસ્ટ સમાન છે.