Gujarat ElectionSecond Phase Voting : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને હવે માત્ર 1 દિવસ બાકી રહ્યો. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો માટે થશે મતદાન. 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાના મતદાનમાં મહિલા ઉમેદવારો સૌથી વધુ આકર્ષણનુ કેન્દ્ર બનશે. બીજા તબક્કાની કુલ 93 બેઠકોમાંથી 16 બેઠકો એવી છે જ્યાં મહિલા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજા તબક્કાની 93 બેઠકોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળીને કુલ 17 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે 8, કોંગ્રેસે 8 અને આમ આદમી પાર્ટીએ 1 મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ભાજપની વાત કરીએ તો પાટણથી રાજુલબેન દેસાઇ, બાયડથી ભીખીબહેન પરમાર, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ, નરોડાથી ડોક્ટર પાયલ કુકરાણી, ઠક્કરબાપાનગરથી કંચન રાદડિયા, અસારવાથી દર્શના વાઘેલા, મોરવાહડફથી નિમિષા સુથાર અને વડોદરા શહેર બેઠક પરથી મનીષા વકીલ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે વાવથી ગેનીબહેન ઠાકોર, ઘાટલોડિયાથી અમી યાજ્ઞિક, નારણપુરાથી સોનલબહેન પટેલ, મોરવાહડફથી સ્નેહલતા ખાંટ મેદાનમાં છે. ગોધરાથી રશ્મીતા ચૌહાણ, ગરબાડાથી ચંદ્રિકાબહેન બારિયા, સયાજીગંજથી અમી રાવત, માંજલપુરથી તશ્વિનસિંહ કોંગ્રેસના ઉમેદવાર છે.


બીજા તબક્કાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એક માત્ર રાધિકા રાઠવાને મહિલા ઉમેદવાર તરીકે જેતપુરપાવીથી ટિકિટ આપી છે. કુલ મહિલાઓની વાત કરીએ તો, ભાજપની 8 મહિલાઓ, કોંગ્રેસની 8 મહિલાઓ અને આમ આદમી પાર્ટી 1 મહિલા ઉમેદવાર માટે આતતીકાલનો દિવસ ખાસ રહેશે. 


ભાજપની મહિલા ઉમેદવારો
રાજુલબહેન દેસાઇ પાટણ ભાજપ
ભીખી પરમાર બાયડ ભાજપ
રીટાબહેન પટેલ ગાંધીનગર ઉત્તર ભાજપ
ડૉ. પાયલ કુકરાણી નરોડા ભાજપ
કંચન રાદડિયા ઠક્કરબાપાનગર ભાજપ
દર્શના વાઘેલા અસારવા ભાજપ
નિમિષા સુથાર મોરવાહડફ ભાજપ
મનીષા વકીલ વડોદરા શહેર ભાજપ



કોંગ્રેસ પક્ષની આ મહિલા ઉમેદવારો મેદાને
ગેનીબહેન ઠાકોર વાવ કોંગ્રેસ
અમી યાજ્ઞિક ઘાટલોડિયા કોંગ્રેસ
સોનલબહેન પટેલ નારણપુરા કોંગ્રેસ
સ્નેહલતા ખાંટ મોરવાહડફ કોંગ્રેસ
રશ્મીતા ચૌહાણ ગોધરા કોંગ્રેસ
ચંદ્રિકાબહેન બારિયા ગરબાડા કોંગ્રેસ
અમી રાવત સયાજીગંજ કોંગ્રેસ
તશ્વિનસિંહ માંજલપુર કોંગ્રેસ


  • રાધિકા રાઠવા પાવી જેતપુર, આપ


બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો, પાટણ જિલ્લાની 4 બેઠકો, મહેસાણા જિલ્લાની 7 બેઠકો, સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકો, અરવલ્લી જિલ્લાની 3 બેઠકો, ગાંધીનગરની 5 બેઠકો, અમદાવાદની 21 બેઠકો, આણંદની 7 બેઠક, ખેડાની 6 બેઠકો, મહીસાગરની 3 બેઠકો, અરવલ્લીની 3 બેઠકો, પંચમહાલ જિલ્લાની 5 બેઠકો, દાહોદ જિલ્લાની 6 બેઠકો, વડોદરા જિલ્લાની 10 બેઠકો, છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પર મતદાન થશે. ત્યારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહારથીઓ મેદાને છે.