ઝી બ્યૂરો, અમદાવાદઃ ભાવનગર જિલ્લાના મહુવા વિધાનસભા વિસ્તારને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 1998થી ભાજપે અહીંયા મજબૂત મૂળિયા નાંખી દીધા છે. વર્ષ 1962માં પહેલીવાર આ વિધાનસભાની ચૂંટણીમાં પીએસપીની જશવંતરાય મહેતાએ કોંગ્રેસના ઉમેદવાર રસિકલાલ શુક્લાને 21 હજાર 407 મતથી પરાજય આપીને જીત મેળવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક પર મતદારોની અસર:
મહુવા વિધાનસભા બેઠક પર કેટલીક ચૂંટણીમાં રાજકીય જાગૃતતાના કારણે કોળી સમુદાયના મોટાભાગના લોકોએ પ્રભાવશાળી ભૂમિકા ભજવી છે. પરિણામે કોળી સમાજના મહુવા, પાલિતાણા અને ભાવનગર-ગ્રામીણ બેઠકો પર જીત હાંસલ કરી છે. તે સિવાય લોકસભાની ચૂંટણીમાં વિજયી ઉમેદવાર પણ કોળી સમુદાયમાંથી જ આવે છે.


મહુવા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર              પક્ષ

1962  જશવંતરાય મહેતા        PSP
1967  સીપી મેહતા                  કોંગ્રેસ
1972  છબીલદાસ મેહતા       કોંગ્રેસ
1975  છબીલદાસ મેહતા        કોંગ્રેસ
1980  જાની વ્રજલાલ દુર્લભજી   કોંગ્રેસ
1985  વજુભાઈ જાની               કોંગ્રેસ
1990  છબીલદાસ મેહતા         જનતા દળ
1995  છબીલદાલ મેહતા       કોંગ્રેસ
1998  કનુભાઈ કલસરિયા      ભાજપ
2002  કનુભાઈ કલસરિયા      ભાજપ
2007  કનુભાઈ કલસરિયા      ભાજપ
2012  ભાવનાબેન મકવાણા    ભાજપ
2017  આરસી મકવાણા           ભાજપ  


મહુવા બેઠક પરનો રાજકીય ઈતિહાસ:
મહુવા વિધાનસભા બેઠક પર 2017ની ચૂંટણીમાં આરસી મકવાણાએ જીત મેળવી હતી. આ પહેલાં આ સીટ પર 2012ની ચૂંટણીમાં તેમના પત્ની ભાવનાબેન મકવાણાએ જીત મેળવી હતી. એટલે કે છેલ્લા 10 વર્ષથી મહુવા બેઠક પર પતિ-પત્નીનો કબજો રહ્યો છે. આ જ કારણે ભાજપના વરિષ્ઠ નેતાઓને ચૂંટણી લડવાની તક મળી નથી. જેને લઈને મહુવામાં ભાજપના નેતાઓની વચ્ચે વ્યાપક વિરોધ પણ જોવા મળ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube