આંકલાવ બેઠકનું શું કહે છે આ વખતનું આંકલન? કોંગ્રેસનો ભવ્ય વિજય, ભાજપની કારમી હાર
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ આંકલાવ વિધાનસભાની બેઠક 2012માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી. નવી સીમાંકન પહેલાં શહેર અને તે અંતર્ગત આવતા ગામડાઓનો બોરસદ વિધાનસભામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 25 હજાર 80 છે. જેમાં 1 લાખ 14 હજાર 846 પુરુષ અને 1 લાખ 10 હજાર 234 મહિલા મતદારો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. મતદારોને આકર્ષવા માટે, પોતાના પક્ષમાં કરવા માટેની તનતોડ મહેનત ચાલી રહી છે. રાજકીય પક્ષોના આ પ્રયાસોની વચ્ચે અમે તમને જણાવીશું આણંદ જિલ્લાની આંકલાવ બેઠકનું રાજકીય ગણિત. નવા સીમાંકન પહેલાં શહેર અને તે અંતર્ગત ગામડાઓને બોરસદ વિધાનસભામાં સામેલ કરવામાં આવ્યા હતા. અહીંયાના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આંકલાવ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર દરેક વખતે જીત મેળવે છે. હાલમાં અમિત ચાવડા આંકલાવ બેઠક પરના ધારાસભ્ય છે.
- આંકલાવ બેઠક પર કોંગ્રેસનો વિજય
- કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રતનસિંહ પઢિયાર 11165 મતથી જીત્યા
- બોરસદ બેઠક પર ભાજપની કારમી હાર
આંકલાવ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2012 અમિત ચાવડા કોંગ્રેસ
2017 અમિત ચાવડા કોંગ્રેસ
આંકલાવ બેઠક પર મતદારો:
આણંદ જિલ્લાની આંકલાવ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 25 હજાર 80 છે. જેમાં 1 લાખ 14 હજાર 846 પુરુષ અને 1 લાખ 10 હજાર 234 મહિલા મતદારો છે.
2022ની ચૂંટણીમાં કોંગ્રેસ હેટ્રિક મારશે:
2022ની ચૂંટણીની તારીખને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. ત્યારે શું આંકલાવ બેઠક પર કોંગ્રેસ જીતની હેટ્રિક લગાવશે કે પછી ભાજપ કોઈ જાદુ કરશે. અમિત ચાવડા જોરશોરથી આંકલાવ બેઠક પર પ્રચાર-પ્રસાર તો કરી રહ્યા છે. પરંતુ શું તેઓ ત્રીજી વખત ધારાસભ્ય બને છેકે નહીં તે તો મતદારો જ નક્કી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube