ઝી બ્યૂરો, અમદાવાદઃ સરહદી તાલુકા બનાસકાંઠાની સૌથી મહત્વની બેઠક એટલે પાલનપુર વિધાનસભા બેઠક. જેમાં પાલનપુર તાલુકાના ગામડાઓનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લાની સાત વિધાનસભા બેઠકોમાંથી પાલનપુર સહિતની પાંચ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો કબજો છે. જ્યારે ભાજપ પાસે બે જ વિધાનસભા બેઠકો છે. એટલે કે અહીં કોંગ્રેસનો દબદબો છે. છેલ્લી બે ટર્મથી અહીંથી કોંગ્રેસને મહેશ પટેલ ચૂંટાઈને આવે છે. અને આ વખતે તેમની પાસે હેટ્રિકનો મોકો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે બેઠકના સમીકરણો?
પાલનપુર વિધાનસભા બેઠકો પર 2 લાખ 32 હજાર 962 જેટલા મતદારો છે. જેમાંથી 1 લાખ 21 હજાર 362 પુરુષ મતદારો અને 1 લાખ 11 હજાર 600 મહિલા મતદારો છે. પાલનપુર વિધાનસભા બેઠક ખેડૂતો અને પશુપાલકોનું પ્રભુત્વ છે. જેના કારણે સહકારી અગ્રણીઓની પકડ અહીં મજબૂત ગણવામાં આવી છે. પાલનપુર બેઠક પર પટેલ અને ચૌધરી સમાજના મતદારો સૌથી વધારે છે. આ સાથે 17 ટકા જેટલા ક્ષત્રિય મતદારો, 13 ટકા મુસ્લિમ અને 12 ટકા દલિત તો બાકીના અન્ય મતદારો છે.


વિધાનસભા ચૂંટણીમાં પાલનપુર બેઠકનો હિસાબઃ
વર્ષ                  વિજેતા ઉમેદવાર                       પક્ષ    


2017    મહેશકુમાર અમૃતલાલ પટેલ                  કોંગ્રેસ    
2012    મહેશકુમાર અમૃતલાલ પટેલ                  કોંગ્રેસ    
2007    ગોવિંદભાઇ માધવલાલ પ્રજાપતિ            ભાજપ    
2002    કાંતિલાલ ધરમદાસ કચોરિયા                ભાજપ    
1998    રેખાબેન હિતેન્દ્રભાઇ ત્રિવેદી                 ભાજપ    
1995    અમૃતલાલ કાલિદાસ પટેલ                    ભાજપ    
1990    લેખરાજ હેમરાજ બચાણી                    ભાજપ    
1985    સુરેશભાઇ સારાભાઇ મહેતા                 કોંગ્રેસ    
1980    અમૃતલાલ કાલિદાસ પટેલ                   કોંગ્રેસ    
1975    લેખરાજ હેમરાજ બચાણી                     BJS    
1972    લેખરાજ હેમરાજ બચાણી                     BJS    
1967    એ. સી મહેતા                                     કોંગ્રેસ    
1962    દાલજીભાઇ ગણેશભાઇ પટેલ               કોંગ્રેસ


2022માં શું થશે?
પાલનપુર વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 13 વાર ચૂંટણી લડાઈ છે. જેમાંથી પાંચ વાર ભાજપ જીત્યું છે. જ્યારે અહીંથી છ વાર કોંગ્રેસની ટિકિટ પર લડનાર ઉમેદવાર ચૂંટાયો છે. અહીંનો ચૌધરી સમાજ ભાજપની વોટબેંક છે તો ઠાકોર સમાજ કોંગ્રેસની. અને આ વર્ષે આમ આદમી પાર્ટી પર વોટબેંકમાં ભાગ પડાવવાના પ્રયાસમાં છે. ત્યારે કોંગ્રેસ હેટ્રિક મારશે કે હિટ વિકેટ થશે તે મતદારો નક્કી કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub