ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજકીય પારો હાઈ છે. રાજકીય પક્ષો પોતાની અલગ-અલગ રણનીતિ બનાવી રહ્યા છે અને મતદારોને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની વચ્ચે અમે તમને બતાવીશું ભાવનગર જિલ્લાની તળાજા વિધાનસભા બેઠકનું રાજકીય ગણિત.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તળાજા બેઠક વિશે જાણો: 
તળાજા ગુજરાતના પ્રસિદ્ધ સંત કવિ અને ભક્ત નરસિંહ મહેતાનું જન્મસ્થાન છે. તે સૌરાષ્ટ્રના પૂર્વી કિનારા પર શેત્રુંજી અને તાળાજી નદીના કિનારે પર આવેલું છે. તળાજા તાલુકાનું મુખ્યાલય પણ છે. તળાજા સીટ પર કોળી સમુદાયના 68 હજાર મતદારોનો દબદબો છે. અને આ સીટ પર 30 હજાર બ્રાહ્મણ મતદારો છે. અહીંયા બ્રાહ્મણ મતદારોનું પણ વર્ચસ્વ છે.  


તળાજા બેઠક પર મતદારો: 
તળાજા બેઠક પર કોળી મતદારો અને બ્રાહ્મણ મતદારો સિવાય 14,000 ક્ષત્રિય મતદારો અને 20 હજાર યાદવ મતદારોનો પણ પ્રભાવ રહેલો છે. આ સીટને બીજેપીનો ગઢ માનવામાં આવે છે. આ જ કારણ છે કે 1995 પછી આ બેઠક પર બીજેપી અહીંયા એકપણ ચૂંટણી હારી ન હતી. પરંતુ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના કનુભાઈ મથુરાભાઈ બારૈયાએ જીત મેળવી હતી. અને ભાજપ પાસેથી બેઠક છીનવી લીધી હતી. 


વિધાનસભા ચૂંટણીમાં તળાજાનો ટ્રેક રેકોર્ડઃ 
વર્ષ        વિજેતા                          પક્ષ  


2002       શિવાભાઈ ગોહિલ       ભાજપ 


2007       ભાવના મકવાણા       ભાજપ 


2012       ભારતીબેન શિયાળ     ભાજપ 


2014       શિવાભાઈ ગોહિલ       ભાજપ 


(પેટાચૂંટણી) 


2017       કનુભાઈ બારૈયા        કોંગ્રેસ 


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube