વિધાનસભાની વાતઃ ગઢડામાં આ વખતે શું છે ગડબડ? જાણો ભાજપ-કોંગ્રેસ કે પછી પ્રજા આપને આપશે મોકો
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ બોટાદની ગઢડા બેઠક અનુસૂચિત જાતિના લોકો માટે રિઝર્વ બેઠક છે. આ સીટ પર અત્યાર સુધી પેરાશૂટ ઉમેદવારો જ ઉતારવામાં આવ્યા છે. અહીંયા 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની જીત થઈ હતી. જોકે 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત નોંધાવી હતી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ બોટાદ જિલ્લાની ગઢડા વિધાનસભા બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સીટ 1967માં અસ્તિત્વમાં આવી અને 1980માં તેને અનુસૂચિત જાતિ માટે આરક્ષિત જાહેર કરવામાં આવી હતી. અહીંયા 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની જીત થઈ હતી. જોકે 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત નોંધાવી હતી.
જાતિગત સમીકરણ:
ગઢડા બેઠક પર કોળી, દલિત અને પાટીદાર સમુદાયના મતદારો સૌથી વધુ છે. આ બેઠક પર પટેલ મતદાતા 53,650, કોળી 45,680, ક્ષત્રિય 9,954, બ્રાહ્મણ 5,295, ભરવાડ 11,063, રાજપુત 10,936, આહિર 7,574, લઘુમતી 17,938, લુહાર-સુથાર 5,395, પ્રજાપતિ 4,950, દલિત 11,250, અન્ય 4,507 મતદારોનો દબદબો છે.
વિધાનસભા ચૂંટણીમાં ગઢડાનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ વિજેતા પક્ષ
1967 દરબાર સાહેબ રણજીતસિંહજી ગોહિલ અપક્ષ
1972 લખમણ ગોટી કોંગ્રેસ
1975 પ્રતાપ શાહ કોંગ્રેસ
1980 બચુ ગોહેલ કોંગ્રેસ
1985 કાંતિ ગોહિલ કોંગ્રેસ
1990 મગનલાલ રાણવા ભાજપ
1995 આત્મારામ પરમાર ભાજપ
1998 આત્મારામ પરમાર ભાજપ
2002 પ્રવીણ મારુ કોંગ્રેસ
2007 આત્મારામ પરમાર ભાજપ
2012 આત્મારામ પરમાર ભાજપ
2017 પ્રવીણ મારુ કોંગ્રેસ
2020 આત્મારામ પરમાર ભાજપ
(પેટાચૂંટણી)
ગઢડામાં મતદારો:
ગઢડા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 50 હજાર 989 છે. જેમાંથી પુરૂષ મતદાતા 1 લાખ 30 હજાર 662 અને મહિલા મતદાતા 1 લાખ 20 હજાર 326 છે. જેના માટે કુલ 382 મતદાન મથક બનાવવામાં આવ્યા છે.
ગઢડાના લોકોની સમસ્યા:
ગઢડા વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. આથી આ સીટ પર ચૂંટણી લડવા માટે હંમેશા બહારના ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. અહીંયા નેતાઓના પક્ષપલટાના કારણે લોકોને પેટાચૂંટણીનો સમસ્યા કરવો પડે છે. જેમાં લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. આ વિસ્તારમાં મોટાભાગે લોકો ખેડૂત અને ગામડામાં રહેનારા છે. અહીંયા મોટાભાગે લોકો ખેતી કરે છે. કોઈપણ મોટા ઉદ્યોગો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube