ચેતન પટેલ, સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પર ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિ-પાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. જેથી આ વખતની ચૂંટણી અત્યાર સુધીની ચૂંટણીઓ કરતા કંઈક અલગ હશે. એજ કારણ છેકે, ભાજપે ટિકિટ વાંચ્છુક કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે પણ ખાસ આયોજન કર્યું છે. એના માટે ખુદ પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કહ્યું છે, જે કાર્યકરની ટીમ લેવાની ઈચ્છા હોય અને જો તેને ટિકિટ ન મળે તો નાસીપાસ થવું નહીં. તે કાર્યકરના ઘરે સ્પેશિયલ ટીમ સમજાવવા માટે આવશે.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સીઆર પાટીલે સોશિયલ મીડિયા મારફતે ખાસ કરીને કાર્યકરોને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં તેમણે એ સમજાવવાનો પ્રયાસ કર્યો છેકે, દરેક કાર્યકર જે વર્ષોથી પક્ષ સાથે સંકળાયીને કામ કરતો હોય તો તેની ઈચ્છા હોય કે તેને પણ ટિકિટ મળે. પણ જોકે, કાર્યકરની ઈચ્છા પુરી ન થાય તો તેણે નારાજ થવાની જરૂર નથી. ભાજપની સ્પેશિયલ ટીમ આવા કાર્યકરના ઘરે સમજાવવા માટે આવશે.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube