વિધાનસભાની વાતઃ પહેલાં તબક્કાની 89 બેઠકો માટે 1655 ઉમેદવારો મેદાન-એ-જંગમાં! દિગ્ગજો વચ્ચે દંગલ
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીઓ પહેલાંની ચૂંટણીઓ કરતા હશે ખાસ. ચૂંટણીઓમાં AAP ની એન્ટ્રીએ બદલી નાંખ્યા તમામ સમીકરણો. બદલાઈ ગયું રાજકીય ગણિત અને ઉમેદવારોનો થઈ ગયો ઢગલો.
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ એક તરફ શિયાળો ધીરે ધીરે વાતાવરણમાં ઠંડક પાથરી રહ્યો છે. ત્યાં બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે ધીરે ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે સોમવારના રોજ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેને કારણે આખો દિવસ ઉમેદવારો ફોર્મ લઈને દોડધામ કરતા નજરે પડ્યાં. દર વખતની ચૂંટણીઓ કરતા આ વખતની ચૂંટણીઓ સાવ અલગ છે. એનું કારણ છેકે, વર્ષોથી ગુજરાતની જનતાએ ચૂંટણીઓમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે લડાઈ જોઈ છે. પણ આ વખતે દિલ્લીથી આવેલી આમ આદમી પાર્ટી પણ મેદાન-એ-જંગમાં સામેલ થઈ છે. AAP ના આવવાથી આ ચૂંટણી વધારે રસપ્રદ બની ગઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં AAP ની એન્ટ્રીથી હવે ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. આ ઉપરાંત કેટલીક બેઠકો એવી પણ હશે જ્યાં ક્યાંક અપક્ષ ઉમેદવાર અને અન્ય પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી એવી બેઠકો પર ચારથી પાંચ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે આંકડો જાણીને તમને પણ નવાઈ લાગશે પણ આ વખતે પહેલાં તબક્કાની કુલ 89 વિધાનસભા બેઠક માટે 1655 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં સૌથી વધારે સુરતની 16 બેકઠ માટે 362 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. ત્યાર બાદ રાજકોટની 8 બેઠકો માટે 170 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછા ડાંગની એક બેઠક માટે 3 ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની સમયમર્યાદા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
પહેલાં તબક્કકાની કઈ બેઠક પર કેટલાં ઉમેદવારી ફોર્મ ભરાયા:
- કચ્છની 6 બેઠક પર 92 ફોર્મ ભરાયા...
- સુરેન્દ્રનગરની 5 બેઠક માટે 93 ફોર્મ ભરાયા..
- મોરબીની 3 બેઠક માટે 80 ફોર્મ ભરાયા...
- રાજકોટની 8 બેઠક માટે 170 ફોર્મ ભરાયા...
- જામનગરની 5 બેઠક માટે 134 ફોર્મ ભરાયા..
- દેવભૂમિ દ્વારકાની 2 બેઠક માટે 48 ફોર્મ ભરાયા...
- પોરબંદરની 2 બેઠક માટે 43 ફોર્મ ભરાયા...
- જૂનાગઢની 5 બેઠક માટે 78 ફોર્મ ભરાયા..
- ગીરસોમનાથની 4 બેઠક માટે 64 ફોર્મ ભરાયા...
- અમરેલીની 5 બેઠક માટે 119 ફોર્મ ભરાયા..
- ભાવનગરની 7 બેઠક માટે 108 ફોર્મ ભરાયા..
- બોટાદની 2 બેઠક માટે 56 ફોર્મ ભરાયા..
- નર્મદાની 2 બેઠક માટે 15 ફોર્મ ભરાયા..
- ભરૂચની 5 બેઠક માટે 75 ફોર્મ ભરાયા..
- સુરતની 16 બેકઠ માટે 362 ફોર્મ ભરાયા..
- તાપીમાં 2 બેઠક માટે 17 ફોર્મ ભરાયા...
- ડાંગની 1 બેઠક માટે 3 ફોર્મ ભરાયા..
- નવસારીની 4 બેઠક માટે 48 ફોર્મ ભરાયા..
- વલસાડની 5 બેઠક માટે 50 ફોર્મ ભરાયા....
કુલ 89 બેઠક માટે 1655 ઉમેદવારી ફોર્મ ભરાયા...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube