ઝી બ્યૂરો, અમદાવાદઃ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અસ્તિવ સામે પ્રતિષ્ઠાનો જંગ સાબિત થવાની છે. એક તરફ 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા એડીચોટીનું જોર લગાવી  રહી છે..તો બીજી તરફ ભાજપ પોતાનો ગઢ સાચવી રાખવા મથામણ કરી રહી છે. ત્યારે બંન્ને વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ પગ પેસારો કરવાની ફિરાકમાં છે. પરંતુ દ્વારકા બેઠકનું રાજકીય ગણીત થોડું અલગ છે. તો આવો જોઈએ દ્વારકા બેઠકની શું છે સ્થિતિ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાર્મિક દ્રષ્ટીએ દેવભૂમિ દ્વારકાનું ખુબ જ મહત્વ:
દેવભૂમિ દ્વારકા બેઠકનું ધાર્મિક અને પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે. દેવભૂમિ દ્વારકા બેઠક અંતર્ગત કલ્યાણપુર અને ઓખામંડલ તાલુકાનો સમાવેશ થાય છે. દ્વારકામાં કુલ 2 લાખ 61 હજાર 861 મતદારો છે. જેમાં 1 લાખ 36 હજાર 604 પુરૂષ અને 1 લાખ 25 હજાર 252 મહિલા મતદાર છે.જે 15 વર્ષથી ભાજપનો ગઢ રહી છે.


દેવભૂમિ દ્વારકામાં કોનો છે દબદબો?
દ્વારકા બેઠકના જાતિગત સમીકરણની વાત કરીએ તો અહીં સવર્ણોનો દબદબો રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં કુલ મતદારોમાં 84.65 ટકા મતદારો સવર્ણોના મતદાર છે. જ્યારે અનુસૂચિત જાતિના 6.78 ટકા અને અનુસૂચિત જનજાતિના 1.29 ટકા મત છે. જેથી અહીં સુવર્ણોના મત નિર્ણાય સાબિત થાય છે.


દ્વારાકમાં પબુભાનો પાવર પંચ:
દેવભૂમિ દ્વારકામાં પક્ષ કરતા ઉમેદવારનું કદ મોટું છે. અહીં પાર્ટી કોઈ પણ હોય પણ ઉમેદવારને જોઈને મત આપવામાં આવે છે. એટલા માટે પબુભા માણેક અહીંથી પાર્ટીના બેનર પર અને પાર્ટીના બેનર વગર પણ ચૂંટણીને બતાવી છે. 3 દાયકાથી દ્વારાક બેઠક પરથી પબુભા માણેક ચૂંટાય છે. જેમા તેઓ ભાજપમાંથી અને કોંગ્રેસ બંને પક્ષમાંથી ચૂંટણી લડીને વિજયનો પંચ લગાવી ચૂક્યા છે.


2022માં દ્વારકાના સમીકરણો કેમ અલગ છે?
દ્વારકા વિધાનસભા બેઠક પર છેલ્લા ત્રણ દાયકાથી પબુભા માણેકનું પ્રભુત્વ રહ્યું છે. પરંતુ ભાજપની નો રિપીટ થિયર સમીકરણો બદલી શકે છે. આ વખતે એવી પણ અટકળો છે કે વય મર્યાદા અને નો રિપીટ થિયરીના લીધે ઉમેદવારો અંગે કોંકડું ગૂંચવાઈ શકે છે. 30 વર્ષથી ધારાસભ્ય પદે રહેલા પબુભા માણેકને ભાજપ ટિકિટ આપશે કે કેમ તે અંગે અટકળો તેજ બની છે. જેલ્લા 30 વર્ષથી પબુભા માણેક અપક્ષ, કૉંગ્રેસ અને ભાજપ ત્રણેય પક્ષમાં વિજય બન્યા છે. 


ઉમેદવારને લઇને મૂંઝવણ!
જો ભાજપ નો રિપીટ થિયર અપનાવે તો દ્વારાકમાં પબુભાનું મજબૂત ઓપ્શન ગોતવું અઘરું છે. અને જો પબુભાને ટિકિટ ના મળે તો વિપક્ષને મોટી રાહત મળી શકે છે. પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ થયેલ છે. એટલા માટે 3 વર્ષથી અહીં ધારાસભ્ય પદ ખાલી છે. કોર્ટે મેરામણ ગોરીયાની અરજી અંગે ફોર્મમાં ક્ષતિ રહેવાના કારણે પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કર્યું છે. જેનો મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પરંતુ જો પબુભા મેદાનમાં ના હોય તો દ્વારકામાં કોંગ્રેસમાં કાંટાની ટક્કર થવાની પૂરી શક્યતા છે.