ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું ગરબાડા વિધાનસભાની વાત...દાહોદ જિલ્લાની ગરબાડાને છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી તાલુકાનો દરજ્જો મળ્યો છે. આ બેઠક પર છેલ્લા 10 વર્ષ કોંગ્રેસનું એક હથ્થું શાસન છે. વર્ષ 2012માં વિભાજન થતા ગરબાડાને વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો હતો.


ગરબાડા વિધાનસભા ચૂંટણીઓનો હિસાબ:
વર્ષ           વિજેતા ઉમેદવાર                પક્ષ

2017        ચંદ્રિકાબહેન બારીયા          કોંગ્રેસ
2012        ચંદ્રિકાબેહેન બારીયા          કોંગ્રેસ


ગરબાડામાં 10 વર્ષથી એકહથ્થું શાસન-
ગરબાડા વિધાનસભા સિટ પર વર્ષ 2012 અને વર્ષ 2017માં ચૂંટણી જંગ જામ્યો હતો. 2017માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબહેન બારીયાએ ભાજપના મહેન્દ્રભાઇ ભાભોરને 50.75 વોટના માર્જિનથી હરાવ્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં ઉમેદવાર બારિયા ચંદ્રિકાબહેને 35774 મતોના જંગી માર્જીન સાથે ભાજપના ઉમેદવાર મોહિન્દ્રાબેન રાઠોડને હરાવ્યા હતા.


ગરબાડા બેઠકના મતોનું ગણિત-
આ વિધાનસભા બેઠક પર અંદાજે કુલ 2,90,000 મતદારો છે.  મતવિસ્તારમાં કુલ 105 ગામો આવેલા છે. જેમાં 90 ટકા આદિવાસી સમાજની વસ્તી છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube