ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. આચારસંહિતા લાગૂ થઈ ચૂકી છે. અને હવે ભાજપ દ્વારા કુલ 182 સીટો પૈકી આજે 160 સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ ચૂકી છે. ત્યારે જોઈએ કે આ વખતે ઠાસરા બેઠક પર કોણ જમાવશે ઠાઠમાઠ? કયા ઉમેદવાર કરશે ઠાસરા વિધાનસભાની બેઠક પર રાજ? શું છે અહીંના સામાજિક અને રાજકીય સમીકરણો...આ દરેક સવાલોનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાસરા બેઠક વિશે જાણો:
ઠાસરા ખેડા જિલ્લામાં આવેલું એક શહેર છે. કોંગ્રેસ આ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી જીતતું આવે છે. કોંગ્રેસે 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજયનો પરચમ લહેરાવ્યો હતો. આ બેઠક પર 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારે બીજેપીના ઉમેદવાર રામસિંહ પરમારને હરાવીને જીત મેળવી હતી. રામસિંહ પરમાર પહેલા કોંગ્રેસના નેતા હતા. જોકે પછી તે ભાજપમાં જોડાઈ ગયા હતા. આ પહેલાં વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પરથી રામસિંહ પરમાર જીતીને વિધાનસભા સુધી પહોંચ્યા હતા.આ પહેલાં 2007માં યોજાયેલી ચૂંટણીમાં રામસિંહ પરમારે ભાજપના ઉમેદવાર ભગવાનસિંહ ચૌહાણને હરાવ્યા હતા. આ વિધાનસભા બેઠક પર ઓબીસી અને મુસ્લિમ મતદારોનો દબદબો છે.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube