વિરમગામમાં હાર્દિક પટેલની ડાયલોગબાજી! કહ્યું- હું 28 વર્ષનો છકડો છું, જેમ હંકારશો એમ આગળ વધીશ
હાર્દિક પટેલે સંબોધનમાં કહ્યુંકે, કોંગ્રેસના ધારાસભ્યએ શું કામ કર્યું છે એ મારે પૂછવું છે. 50-60 વર્ષના ધારાસભ્યને તમે તુકારો નહીં દઈ શકો...તમે મને તુકારો દઈને કહી શકશો. તમારે મને હાર્દિકભાઈ કે સાહેબ કહેવાની જરૂર નહીં પડે તમારા મને હાર્દિક કહીને બોલાવવાનો મને પણ આનંદ થશે. હું તમારું કામ નહીં કરું તો તમે મારા કામ પકડી શકો છો. નરેન્દ્ર ભાઈએ વિરમગામમાં માત્ર હાર્દિક નામનું પ્રતિક મોકલ્યું છે. આ વખતે વિરમગામ માટે આ છેલ્લો મોકો છેલ્લી તક છે. આમાં ચૂક્યાં તો બધા દુઃખી થશો.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ દેશના સૌથી મોટા રાજકીય પક્ષ કહેવાતા ભાજપના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલે વિરમગામથી પોતાની ઉમેદવારી નોંધવી. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં હાર્દિકે વિરમગામમાં જંગી સભા યોજીને એક પ્રકાશે શક્તિપ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો. આ સમયે હાર્દિક પટલે જાહેર મંચ પરથી કહ્યું કે, હું 28 વર્ષનો છકડો છું- જેમ હંકારશો એમ આગળ વધીશ. પ્રધાનમંત્રી મોદી અને મક્કમ ગૃહ મંત્રી અમિત શાહે મને આટલી નાની ઉંમરમાં મોકો આપ્યો છે. સૌથી મોટા રાજકીય પક્ષમાં સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે. આપણે એક મોટી જંગ લડવા નીકળ્યા છીએ.
આ પણ ખાસ વાંચોઃ દંગલમાં દબંગ નેતાઃ ભાજપની 'ખિસકોલી' બની ચૂંટણીમાં વિરમગામથી વરઘોડે ચઢશે હાર્દિક!
હંમેશાની જેમ આજે પણ હાર્દિક પટેલ સ્ટેજ પર ડાયલોગબાજી કરતા જોવા મળ્યાં. હાર્દિક પટેલે સભાને સંબોધતા જણાવ્યુંકે, વિરમગામથી જ્યારે હું ચૂંટણી જીતીશ ત્યારે હું એકલો ધારાસભ્ય નહીં બનુ પણ વિરમગામના 3 લાખ લોકો ધારાસભ્ય બનશે. તમારું કોઈપણ કામ તમે મને હક્કથી કહી શકશો. અને તમે મને મત આપશો તો મારે તમારું કામ કરવું જ પડશે. મારા એફિડેવિટમાં કહ્યું છે એક લાખ પચ્ચીસ હજારનો મારો પગાર વિરમગામની પાંજરાપોળોમાં, દેત્રોજ અને માંડલની સામાજિક સંસ્થાઓના કલ્યાણ અર્થે વાપરવાનું પણ એફિડેવિટમાં કહ્યું છે. હું વિરામગામને જિલ્લો બનાવીને કરોડોની ગ્રાન્ટ અપાવીશ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube