ઝી બ્યૂરો, અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે અમે તમને બતાવીશું સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠકનું રાજકીય સમીકરણ. સારી પકડના કારણે આ સીટને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીંયા યોજાયેલી છેલ્લી 3 ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી છે. બીજી બાજુ દિલચશ્પ વાત એ છે કે છેલ્લી 3 વખત કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી જીતી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે હવે આ બેઠક પર કોણ કમાલ કરે છે એ પણ જોવું રસપ્રદ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડબ્રહ્મા બેઠક પર મતદારો:
2017ની ચૂંટણી સમયે બેઠક પર 2 લાખ 34 હજાર 906 મતદારો છે. જેમાં 1 લાખ 20 હજાર 515 પુરુષ મતદારો છે. અને 1 લાખ 14 હજાર 386 મહિલા મતદારો છે.


ખેડબ્રહ્મા બેઠક પર કયા મતદારોનું વર્ચસ્વ:
સાબરકાંઠામાં ખેડબ્રહ્મા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીંયા હાલમાં કોંગ્રેસનો દબદબો છે. બે ટર્મને છોડી દઈએ તો માત્ર કોંગ્રેસ જ સત્તા પર રહી છે. આ સીટ પર આદિવાસીઓ સિવાય ઠાકોર, પાટીદાર અને ક્ષત્રિય મતદારો પણ મહત્વના છે. કોંગ્રેસ પોતાની આ સીટને બચાવવા માટે ઘણી મહેનત કરી રહી છે. તો ભાજપ પણ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.


ખેડબ્રહ્મા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર           પક્ષ

1962  ડાભી માલજીભાઈ      કોંગ્રેસ
1967  ઝી બી રાઠોડ               સ્વતંત્ર
1972  માલજીભાઈ ડાભી      કોંગ્રેસ
1975  કટારા કાળુભાઈ         NCO
1978  ડી જે દોલજીભાઈ       કોંગ્રેસ
1980  ડામોર જગદીશચંદ્ર       કોંગ્રેસ
1985  કટારા કાળજીભાઈ     કોંગ્રેસ
1990  બારા બેચરભાઈ       ભાજપ
1995  અમરસિંહ ચૌધરી      કોંગ્રેસ
1998  અમરસિંહ ચૌધરી      કોંગ્રેસ
2002  અમરસિંહ ચૌધરી      કોંગ્રેસ
2004  બારા રમીલાબેન       ભાજપ
2007  અશ્વિન કોટવાલ       કોંગ્રેસ
2012  અશ્વિન કોટવાલ       કોંગ્રેસ
2017  અશ્વિન કોટવાલ       કોંગ્રેસ


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube