ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ભાજપ-કોંગ્રેસની સાથે આવખતે આપ પણ મેદાન-એ-જંગમાં સામેલ થયું છે. ત્યારે વિધાનસભાની વાતમાં આ આર્ટિકલમાં વાત કરીશું વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી ખેડા જિલ્લાની માતર બેઠકની. આજ બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલાં દેવુસિંહ ચૌહાણ ત્યાર બાદ ખેડાના સાંસદ બન્યા અને હાલ કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા છે. તેથી માતર બેઠકનું મહત્ત્વ ભાજપ માટે અને રાજકીય રીતે પણ ઘણું છે. આ બેઠક પરનો ભાજપનો ઉમેદવાર જો દમદાર હોય તો તેને સરકાર કે સંગઠનમાં ઉંચું સ્થાન મળે છે એ નક્કી છે. પીએમ મોદીના વિશ્વાસુ ગણાતા દેવુસિંહ ચૌહાણને એનો જ લાભ મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય ગુજરાતમાં ડંકો વગાડવા માટે દરેક રાજકીય પાર્ટીઓ કમરકસી ચૂકી છે. ખેડા જિલ્લાની માતર સીટ મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠક પર 2002થી ભાજપો કબજો છે. માતર વિધાનસભા સીટ પર કુલ મતદારોમાંથી 39.60 ટકા ક્ષત્રિય સમુદાયમાંથી આવે છે. આ સિવાય 14.27 ટકા મુસ્લિમ સમુદાય, 11.66 ટકા પટેલ સમુદાયમાંથી, 5.84 ટકા દલિત સમુદાય અને અન્ય જ્ઞાતિઓના 20.12 ટકા મતદારો છે. 


વિધાનસભા ચૂંટણીમાં માતરનો ટ્રેક રેકોર્ડઃ 
વર્ષ        વિજેતા                          પક્ષ 


2002    રાકેશ રાવ                      ભાજપ 


2007    દેવુસિંહ ચૌહાણ              ભાજપ 


2012    દેવુસિંહ ચૌહાણ              ભાજપ 


2014    કેસરીસિંહ સોલંકી           ભાજપ 


(પેટાચૂંટણી) 
2017    કેસરીસિંહ સોલંકી           ભાજપ 


માતર બેઠક પર મતદારો:
ખેડા જિલ્લાની મહત્વની બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,52,144 છે. જેમાં 1,28,786 પુરુષ મતદારો છે અને 1,23,349 મહિલા મતદારો છે. માતર સીટ પર ઓબીસી મતદારોનો દબદબો માનવામાં આવે છે.  


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube