સૌરાષ્ટ્રમાં શું રંધાઈ રહ્યું છે, ચૂંટણીના એપીસેન્ટરમાં એકાએક રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો
Gujarat Elections 2022 : દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ... સવારે રાજકોટ, બપોરે સુરેન્દ્રનગર અને સાંજે સુરત જશે કેજરીવાલ... તો ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ રાજકોટમાં
ગૌરવ દવે/રાજકોટ :વિધાનસભાની ચુંટણી પહેલાં સૌરાષ્ટ્રના રાજકીય પાટનગર રાજકોટમાં રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. એક તરફ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં છે, પરંતું ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ રાજકોટમાં છે. ત્યારે એકાએક સૌરાષ્ટ્રમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે.
આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 11 વાગે નીલ સિટી ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તો ભાજપના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તેજસ્વી સૂર્યની 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. તેજસ્વી સૂર્યાની 9 વાગે એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી બાઈક રેલી નીકળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે સાંજે શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચો : ભગવાન ગણેશનું એક ઈશ્કિયા મંદિર પણ છે, જ્યાં અધૂરી લવ સ્ટોરી થાય છે પૂરી!
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ એકબાદ એક નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય નેતાઓનો રાજ્યમાં ઝંઝાવતી પ્રવાસ જોવા મળ્યો છે. હાલ અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેઓ દ્વારકા બાદ આજે સુરેન્દ્રનગરમાં જશે. 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. અમિત શાહ છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ધાટન કરશે. તો 5 સપ્ટેમ્બરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો સંવાદ કાર્યક્રમ યોજાશે. આ બાદ બેક ટુ બેક 10 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવશે. તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.