વિધાનસભાની વાતઃ પ્રાંતિજમાં કેવા છે હાલના સમીકરણો? જાણો આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંતિજ બેઠક પરથી ભાજપના પરમાર ગજેન્દ્ર સિંહની જીત થઈ હતી. તેમનો મુકાબલો કોંગ્રેસના બારૈયા મહેન્દ્રસિંહ કછારસિંહ સાથે હતો. જ્યારે 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના બારૈયા મહેન્દ્રસિંહે 47.9 ટકા સાથે જીત મેળવી હતી. પ્રાંતિજમાં 1990થી 2007 સુધી બીજેપીને સતત જીત મળી હતી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રાંતિજ વિધાનસભા બેઠક સાબરકાંઠા જિલ્લામાં આવે છે. જિલ્લામાં પ્રાંતિજ સિવાય 3 બીજી બેઠક છે. જેના નામ છે હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા છે. જ્યારે ભિલોડા, અરવલ્લી અને બાયડ અરવલ્લી જિલ્લામાં આવે છે. સાબરકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર-પૂર્વી ભાગમાં આવેલો છે.
પ્રાંતિજ બેઠક ભાજપનો ગઢ છે:
પ્રાંતિજ બેઠક પર ભાજપનો દબદબો છે. કેમ કે 1990થી 2007 સુધી અહીંયા ભાજપને જ જીત મળી હતી. જોકે 2012ની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. પરંતુ 2017ની ચૂંટણીમાં ભાજપે આ બેઠક જીતી લીધી હતી. 1998 અને 2002ની ચૂંટણીમાં ભાજપના દીપસિંહ રાઠોડે બેઠક પર જીત મેળવી હતી. જ્યારે 2002ની ચૂંટણીમાં જયસિંહજી ચૌહાણે જીતનો ઝંડો ફરકાવ્યો હતો.
વિધાનસભા ચૂંટણીઓમાં પ્રાંતિજ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 શાંતુભાઈ પટેલ કોંગ્રેસ
1967 એન. એ. ઝાલા સ્વતંત્ર
1972 ગોપાલદાસ પટેલ કોંગ્રેસ
1975 દીપસિંહ રાઠોડ અપક્ષ
1980 મગનભાઈ પટેલ જેએનપી
1985 ગોવિંદભાઈ પટેલ કોંગ્રેસ
1990 વિરેન્દ્રસિંહ ઝાલા ભાજપ
1995 વિરેન્દ્રસિંહ ઝાલા ભાજપ
1998 દીપસિંહ રાઠોડ ભાજપ
2002 દીપસિંહ રાઠોડ ભાજપ
2007 જયસિંહજી ચૌહાણ ભાજપ
2012 મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસ
2017 ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube