ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ઉમેદવાર 2 હજાર મતના ઓછા માર્જિનથી જીત્યા હતા. કોંગ્રેસના વશરામ સાગઠિયા 46.55 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી જ પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા લાખાભાઈ સાગઠિયાના 47.68 ટકા મત મળ્યા હતા. ભાજપ માટે પકડકારરૂપ ગણાતી બેઠકોમાંથી એક એટલે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ઉમેદવાર 2 હજાર મતના ઓછા માર્જિનથી જીત્યા હતા. કોંગ્રેસના વશરામ સાગઠિયા 46.55 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી જ પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા લાખાભાઈ સાગઠિયાના 47.68 ટકા મત મળ્યા હતા. જેથી ખૂબ જ ઓછા માર્જિનથી ભાજપની જીત થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પક્ષપલટુઓનો ગઢ છે બેઠક?
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટથી લડનારા વશરામ સાગઠિયા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. અને આમ આદમી પાર્ટીએ તેમને રાજકોટ ગ્રામ્ય બેઠકની ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. કોંગ્રેસના ગત વર્ષના ઉમેદવારે તો પક્ષપલટો કરી દીધો છે. એટલે કોંગ્રેસને નવો મુરતિયો શોધવાનો છે. જ્યારે ભાજપ વર્તમાન ધારાસભ્યને રીપિટ કરશે કે નહીં તે સવાલ છે. નોંધનીય વાત એ છે કે, ભાજપના હાલના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા એક સમયે કોંગ્રેસમાં જ હતા. પરંતુ તેમણે પક્ષપલટો કર્યો અને ભાજપની ટિકિટ પર જીતી ગયા.


શું છે જ્ઞાતિગત સમીકરણો?
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર લેઉઆ પટેલ સમાજનું પ્રભુત્વ છે. સાથે જ અહીં કોળી, કડવા પટેલ, આહીર , ક્ષત્રિય, માલધારી, બ્રાહ્મણ, લઘુમતિ સમાજના લોકો છે. અહીં લેઉઆ પટેલ સમાજની વસતિ 40 ટકા છે. કડવા પટેલ 6 ટકા છે. તો કોળી સમાજની વસતિ 12 ટકા છે. આ બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે.


બેઠક પર ક્યા પરિબળો અસરકારક?
રાજકોટ ગ્રામ્ય બેઠકના મતવિસ્તારમાં કોટડા સાંગાણી તાલુકા, લોધિકા તાલુકા, રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડ અને રાજકોટના અન્ય તાલુકાઓનો સમાવેશ થાય છે. મોટાભાગની વસતિ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. 2 લાખ 98 હજારથી વધારે કુલ મતદારો છે. ખેતી અને ઉદ્યોગ પર આ વિસ્તારના લોકો નભે છે. જેમની પાયાની સમસ્યા હલ કરવાની મહત્વની છે.


વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આ બેઠક નજીવા માર્જિનથી જીત્યું હતું. જેથી આ વર્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જીતની આશા દેખાઈ રહી છે. તો બીજી તરફ ભાજપ વધુ માર્જિનથી બેઠક જીતી પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube