Rivaba એ વાજતે-ગાજતે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી, રવિન્દ્ર જાડેજાએ વીડિયો પોસ્ટ કરી પત્ની માટે મત માંગ્યા
Gujarat Election 2022: રવિન્દ્ર જાડેજાએ સોશ્યિલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને શું કહ્યું એ પણ જાણો...
ઝી બ્યૂરો, અમદાવાદઃ ચૂંટણી પંચે તારીખો જાહેર કરતાની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાન-એ જંગમાં છે. ત્યારે કેટલાંક ઉમેદવારોએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એમાંથી એક નામ એટલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા. ભાજપે રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ આપી છે. ત્યારે પ્રચાર પ્રસારમાં નવો રોમાંચ જોવા મળી રહ્યો છે. આજે વિજય મૂહર્તમાં રીવાબાએ ઢોલ-નગાર સાથે વાજતે-ગાજતે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી ફોર્મ ભરવતી વખતે રીવાબા સાથે તેમના પતિ અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યાં હતાં. રવિન્દ્ર જાડેજાએ રીવાબાને જંગી બહુમતીથી જીતાડી ભાજપના વિકાસ રથને આગળ ધપાવવા મતદારોને અપીલ કરી. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સાંસદ પૂનમ માડમ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
ફોર્મ ભરતા પહેલાં પણ પત્ની રીવાબા માટે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબા માટે મત માંગ્યાં. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ઉત્તર બેઠકના મતદારોને અપીલ કરી કે રીવાબા અને ભાજપને મત આપીને જંગી બહુમતથી વિજય બનાવે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube