ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું હિંમતનગર વિધાનસભાની વાત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની જીત માટેની તૈયારીઓ કરી રહી છે. ગુજરાતમાં રાજકીય વિકાસની સાથે સાથે જાતિવાદ પર પણ ચૂંટણી લડવામાં આવે છે. આવી જ એક બેઠક છે સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠક.


મતદારો:
2011ની વસ્તી ગણતરી પ્રમાણે આ બેઠકની કુલ વસ્તી 3 લાખ 40 હજાર 710 છે. જેમાં 70.29 ટકા ગ્રામીણ મતદારો અને 29.71 ટકા શહેરી મતદારો છે. કુલ જનસંખ્યામાં એસસી 10.19 ટકા અને એસટી 2.87 ટકા છે. ચૂંટણીની દ્રષ્ટિએ જોઈએ તો આ વિસ્તારમાં કુલ 2 લાખ 61 હજાર 278 મતદારો છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર પાટીદારો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ રહ્યું છે. અલબત્ત વર્ષ 1962થી 1990 સુધી સતત પાટીદાર સમાજનું બેઠક પર એક ચક્રીય શાસન રહ્યું હતું.

 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube