ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીનો માહોલ અત્યારથી જામવા લાગ્યો છે. થોડા સમયમાં જ ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવશે. ભાજપે દ્વારા હાલ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો કોંગ્રેસ માટે ચૂંટણીનો તખ્તો ઘડાયો હોય તેવું લાગી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ઘૂસ મારવાના પ્રયાસો કરી રહી છે. તેવામાં આજે વાત નવસારીની વાંસદા બેઠકની જ્યાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલનું ચૂંટણી લડવાનું લગભગ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંસદા ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે તેનું નામ વાંસદા પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલા વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું. હવે વાંસદા વિધાનસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં આવેલ 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક છે. આ બેઠક નવસારી જિલ્લામાં આવેલી છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત છે.


વાંસદા તાલુકો તેમજ ચીખલી તાલુકાનું જોગવડ, કાંગવઈ, રાનવેરીકલ્લા, રાનવેરીખુર્દ, ખરોલી, કુકેરી, સુરખાઈ, રાનકુવા, માણેકપોર, હરણગામ, દોંજા, સાદડવેલ, બામણવેલ, ખાંભડા, ખુડવેલ, ફડવેલ, સરવાણી, અંબાચ, કણભાઈ, બામણવેલ, બામણવેલ સહિતના ગામ આ બેઠકમાં આવે છે.


વાંસદા બેઠકનું જાતિગત સમીકરણ:
કોંગ્રેસનું ગઢ ગણાતી વાંસદા વિધાનસભા વિસ્તારમાં કુલ 141 ગામો આવેલા છે. જેમાં વાંસદા તાલુકાના 95 ગામ, ચીખલી તાલુકાના 36 ગામ અને ખેરગામ તાલુકાના 5 ગામનો સમાવેશ થાય છે. વાંસદા તાલુકામાં 90 ટકાથી વધારે વસ્તી આદિવાસી લોકોની છે. જેમાં ઢોડિયા પટેલ અને કુકણા પટેલનો સમાવેશ થાય છે.


વિધાનસભા ચૂંટણીઓમાં વાંસદાનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ        વિજેતા ઉમેદવાર             પક્ષ
2017    પટેલ અનંતકુમાર             કોંગ્રેસ
2012    ચૌધરી કોળુભાઈ              કોંગ્રેસ
1972    રતનભાઈ ગામિત            કોંગ્રેસ
1967    આર જી ગામિત               પીએસપી
1962    બહાદુરભાઈ પટેલ            કોંગ્રેસ


વાંસદા બેઠકની અંદરની વાત:
ગત ચૂંટણીમાં ભાજપની મહેનત વાંસદમાં નિષ્ફળ રહી હતી અને કોંગ્રેસના ઉમેદવાર રહેલા ધારાસભ્ય અનંત પટેલ 19 હજાર મતની લીડથી જીત્યા હતા. હવે જ્યારે, 2022ની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે, ફરીએક વખત ભાજપે વાંસદા જીતવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ વખતે ગુજરાતના ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ખુદ અંગત રસ આ બેઠક જીતવા માટે દાખવી રહ્યા છે. તો સૂત્ર તરફ મળતી માહિતી મુજબ ભાજપ આ બેઠક પરથી ઉમેદવાર તરીકે મંત્રી નરેશ પટેલને ઉતારી શકે છે. જે હાલમાં ગણદેવી બેઠક પરથી ધારાસભ્ય છે. જ્યારે, નરેશ પટેલને મંત્રી પણ એટલે જ બનાવવામાં આવ્યા હતા કે અનંત પટેલ સામે કોઈ મંત્રી જેવો મોટો ચહેરો ચૂંટણી લડે તો ભાજપને તેનો સીધો ફાયદો થઈ શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube