અમદાવાદ: ગુજરાતમાં આગામી ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જેના માટે આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. આ પરિસ્થિતની વચ્ચે અમે તમને જણાવીશું મોરબી-માળિયા બેઠક વિશેના રાજકીય ગણિતની. મોરબી સીટ પર અત્યારે ભાજપનો કબજો છે. જ્યારે બીજી બે બેઠક વાંકાનેર અને ટંકારા બેઠક પર કોંગ્રેસનો કબજો છે. મોરબી માળિયા બેઠક પર છેલ્લા 35 વર્ષથી ભાજપનો દબદબો રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન પછી ભાજપે આ બેઠક ગુમાવી દીધી હતી. તેના પછી ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને પોતાના પક્ષમાં લઈને પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનાવ્યા અને જીત મેળવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકનો રાજકીય ઇતિહાસ:
મોરબી બેઠક પર 1995થી લઈને 2012 સુધી ભાજપમાંથી કાંતિભાઈ અમૃતિયાએ સતત 5 વખત જીત હાંસલ કરી. તેમ છતાં તેમને એકપણ વાર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નહીં. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના બ્રિજેશ મેરજાની સામે કાંતિભાઈ અમૃતિયાનો પરાજય થયો. કોંગ્રેસના ઉમેદવાર માત્ર 3409 મતથી જ જીત મેળવી શક્યા. જોકે પછી બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા. 2020માં થયેલી પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર બ્રિજેશ મેરજાનો વિજય થયો હતો. હાલમાં બ્રિજેશ મેરજા ભૂપેન્દ્ર સરકારમાં પંચાયતી રાજના મંત્રી છે.


બેઠક પર મતદારો:
મોરબી બેઠક પર કુલ 2 લાખ 50 હજાર 456 મતદારો છે. જેમાં 1 લાખ 18 હજાર 356 પુરુષ મતદારો છે અને 1 લાખ 32 હજાર 99 મહિલા મતદારો છે.

દર ચૂંટણીએ મિજાજ બદલતી ડીસા બેઠક પર આ વખતે કોણ મારશે બાજી?


બેઠક પર કયા સમાજના કેટલાં મતદારો:
બેઠક પર 70,000 પટેલ, 40,000 લઘુમતી, 20,000 સથવારા, 25,000 હરિજન-કોળી, 7000 જૈન, 8000 લોહાણા, 9000 બ્રાહ્મણ, 10,000 આહીર, 11,000 લુહાર, સુથાર અને દરજી, 8000 ભરવાડ અને રબારી, 8000 ક્ષત્રિય, 8000 વ્યાસ, મોચી અને સિંધી અને 5000 સોની અને પ્રજાપતિ સમાજના લોકો વસવાટ કરે છે.


મોરબી બેઠકનો પરિચય:
મોરબી શહેરને સૌરાષ્ટ્રનું પેરિસ પણ કહેવામાં આવે છે. મોરબીને ઔદ્યોગિક નગરીનો દરજ્જો પણ હાંસલ થઈ ચૂક્યો છે. મોરબીમાં વિશ્વ  વિખ્યાત ટાઈલ્સ અને ઘડિયાળ બનાવનારી ફેક્ટરીઓ છે. ટાઈલ્સ ઉત્પાદનમાં મોરબી બીજા નંબર પરે છે. ચીન પછી વિશ્વમાં સૌથી વધારે ટાઈલ્સ મોરબીમાં બને છે. ભારતમાં બનનારી ટાઈલ્સમાં લગભગ 80 ટકા ટાઈલ્સ મોરબીમાં બને છે. ગુજરાતના વિકાસમાં મોરબીનો મહત્વનો ફાળો છે. મોરબીમાં લગભગ 1000થી પણ વધારે સિરામિકની ફેક્ટરી છે. વિશ્વના 200થી વધારે દેશોમાં મોરબીની ટાઈલ્સ જાય છે.

આગામી 3 દિવસ પડશે જોરદાર વરસાદ, પહાડોમાં થશે હિમવર્ષા, જાણો તમારા શહેરની સ્થિતિ


મોરબી બેઠકનો ટ્રેક રેકોર્ડ:


વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 ગોકળદાસ પરમાર કોંગ્રેસ
1967 વી. વી મહેતા સ્વતંત્ર
1972 મગનલાલ સોમૈયા કોંગ્રેસ
1975 ગોકળભાઇ પરમાર કોંગ્રેસ
1980 જીવરાજ સરદાવા કોંગ્રેસ
1985 અમરતલાલ અઘારા ભાજપ
1990 બાબુભાઇ પટેલ અપક્ષ
1995 કાંતિલાલ અમૃતિયા ભાજપ
1998 કાંતિલાલ અમૃતિયા ભાજપ
2002 કાંતિલાલ અમૃતિયા ભાજપ
2007 કાંતિલાલ અમૃતિયા ભાજપ
2012 કાંતિલાલ અમૃતિયા ભાજપ
2017 બ્રિજેશ મેરજા કોંગ્રેસ
2020 (પેટાચૂંટણી) બ્રિજેશ મેરજા ભાજપ

મોરબી બેઠકની સમસ્યા:
મોરબીનો જેટલો વિકાસ થયો તેનો 10 ટકા વિકાસ પણ માળિયાનો થયો નથી. મોરબીમાં લગભગ 5 લાખ લોકો અન્ય રાજ્યોના રોજગાર માટે જાય છે. અહીંયા ખેતી પણ છે. મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન પણ થાય છે. માળિયાની આજુબાજુ સમુદ્ર ખાડી હોવાના કારણે મીઠાનો ઉદ્યોગ અને જિંગા ઉદ્યોગ પણ છે. પરંતુ તેમ છતાં અહીંયા લોકો વિકાસથી વંચિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube