AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા ક્યાંથી ચૂંટણી લડશે? સૂત્રોએ જણાવી અંદરની વાત
Gujarat Assembly Election 2022: AAPના પ્રદેશ પ્રમુખ કતારગામથી ચૂંટણી લડશે. ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે વરાછા બેઠકથી આપમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા AAPના ઉમેદવાર હોઈ શકે છે. ઓલપાડ બેઠકથી ધાર્મિક માલવિયાને AAP ટિકિટ આપશે.
ચેતન પટેલ/સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલે (શુક્રવાર) સીએમ પદનો ચહેરો જાહેર કરી દીધો છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે AAPના પ્રદેશ પ્રમુખ કતારગામથી ચૂંટણી લડશે. ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે વરાછા બેઠકથી આપમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા AAPના ઉમેદવાર હોઈ શકે છે. ઓલપાડ બેઠકથી ધાર્મિક માલવિયાને AAP ટિકિટ આપશે.
લાગણી કે વેદના... ભૂલભૂલમાં જાહેરમાં આ શું બોલી ગયા ઈટાલિયા?
શુક્રવારે આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં સીએમ પદનો ચહેરો જાહેર કર્યા બાદ ગોપાલ ઈટાલિયાની સ્પીચ ચર્ચાના ચગડોળે ચઢી હતી. ઇસુદાનનું નામ જાહેર થયા બાદ જાણે ગોપાલ ઈટાલિયાની મનની વાત બહાર આવી હોય તેમ તેઓ લાગણીને બદલે વેદના શબ્દ બોલ્યા હતા. ત્યારે ત્યારે જોવા જેવી થઈ હતી. જોકે, બાદમાં તેમણે આ શબ્દો સુધાર્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube