Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ફરજ પરના કર્મીઓની, દિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-19 થી પ્રભાવિત મતદારો અને 80 વર્ષથી ઊપરના વ્યક્તિ તેમજ દિવ્યાંગ લોકો ઘરે બેસી ચૂંટણી પણની ગાઇડલાઈન મૂજબ મતદાન કરી શક્શે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ફરજ પરના કર્મીઓની, દિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-19 થી પ્રભાવિત મતદારો તથા 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ મતદારો જેમને મતદાન મથકના સ્થળે જઇને મતદાન કરવામાં મુશ્કેલી હોય તો તેઓ તેમના મતદાનના અધિકારથી વંચિત ન રહે અને યોગ્ય રીતે તેમના મતાઘિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી તેમના માટે ભારતના ચુંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. 


જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર દ્વારા જિલ્લામાં સમાવિષ્ટ કુલ 21502 મતદારોને મતદાન મથકના બુથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા આ સુવિઘાની જાણકારી તથા તેમના વિસ્તારમાં આવા મતદારો માટે અરજીનો નિયત નમૂનો ફોર્મ-12 ડી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 


રજૂ થયેલ ફોર્મની ચકાસણીના અંતે મંજુર થયેલ ફોર્મ-12 ડી વાળા મતદારોને પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવશે. આવા મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. ચુંટણીમાં પોતાની અશકતતાને કારણે મતદાનથી વંચિત રહી જતા મતદારોમાં આ સુવિઘાથી ખુશીની લાગણી વ્યક્ત કરતાં વરિષ્ઠ મતદારોના પરિવારજનોએ ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કર્યો છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube