Gujarat Election 2022: ચૂંટણીમાં `દાદા`ઓનો દબદબો! 10,357 શતાયુ મતદારો લોકશાહી રાખશે જીવંત, બન્યા રોલ મોડલ
Gujarat Election 2022: રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે.
Gujarat Election 2022: બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં બન્ને તબક્કામાં થઈને કુલ 4,91,35,400 મતદારો પૈકી 10,357 શતાયુ મતદાતા એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયની આયુ ધરાવતા મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે, એમ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 10,357 શતાયુ મતદાતા નોંધાયા છે. જેમાં સૌથી વધુ શતાયુ મતદાતા ધરાવતા પ્રથમ પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 1,500, વડોદરામાં 716, ભાવનગરમાં 628, રાજકોટમાં 547 અને દાહોદ જિલ્લામાં 531 મતદાતાઓ છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લામાં ડાંગમાં 08, તાપીમાં 67, નર્મદા માં 69, પોરબંદરમાં 109 તેમજ પાટણ જિલ્લામાં 125 મતદાતાઓ નોંધાયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube