ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડશે. બનાસકાંઠાના વડગામના પૂર્વ ધારાસભ્ય કેસરિયો કરશે. બનાસકાંઠાના વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલા 24 એપ્રિલે ભાજપમાં જોડાશે. સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો પહેરશે ખેસ પહેરીને કેસરિયો કરશે. મણીલાલ વાઘેલા છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ હતા. થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. 2017ની ચૂંટણીમાં ઈડરથી કોંગ્રેસની ટિકિટ પર મણીલાલ વાઘેલા લડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલા 24 એપ્રિલે ભાજપમાં જોડાશે. 24 એપ્રિલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતમાં મણિલાલ ભાજપમાં જોડાશે. 24 એપ્રિલે વડગામના મગરવાડા ગામે ભાજપના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હાથે ભાજપનો ખેસ પહેરી મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાશે. મણિલાલ વાઘેલાએ કોંગ્રેસથી નારાજ થઈ થોડા મહિના પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. મણિલાલ વાઘેલાને ભાજપ વડગામમાંથી ટિકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.


ગુજરાતમાં ચૂંટણી ભલે ડિસેમ્બરમાં હોય, પરંતુ ધમધમાટ હાલ દેખાયો; જાણો ભુપેન્દ્ર યાદવનો બે દિવસીય કાર્યક્રમ


નોંધનીય છે કે, અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હોવાના અહેવાલે રણનીતિમાં ગરમાવો લાવી દીધો છે. મણિભાઈ વાઘેલા વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાતા વાઘેલાએ આ સીટ પરથી રાજીનામું આપ્યું હતું.


રાજકોટવાસીઓ સાવધાન! તમારા આરોગ્ય સાથે થઈ રહ્યા છે ખુલ્લેઆમ ચેડા, ભજીયામાં મળ્યો વોશિંગ પાઉડર


મણિભાઈ વાઘેલા કેમ કોંગ્રેસમાંથી આપ્યુ હતું રાજીનામુ?
વડગામના કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય હવે ''કેસરીયા'' ના અહેવાલ ભારે ચર્ચામાં છે. ભાજપમાં જોડાયા પહેલા જ પીએમ મોદી સાથે મણિભાઈ વાઘેલાએ દિલ્હીમાં મુલાકાત કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી મણિભાઈ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમની બેઠક જીગ્નેશ મેવાણી માટે ખાલી કરાવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં જિગ્નેશ મેવાણીને અપક્ષ ચૂંટણી લડાવી હતી. આ વર્ષે પણ જિગ્નેશ મેવાણી ત્યાંથી ચૂંટણી લડે તેવી શક્યતા દેખાઈ રહી છે. 


GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં ફરી કોરોનાનો ફૂંફાળો! આજે એકને ભરખી ગયો, જાણો આજના નવા પોઝિટીવ કેસ


વાઘેલાની રાજકીય સફર
ભાજપે કોંગ્રેસને સત્તામાં આવવાના સપનાને તોડવા માટે અત્યારથી દરેક પ્લાન ઘડી નાંખ્યા છે. ત્યારે કોંગ્રેસને ઝટકો આપવા માટે વાઘેલા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે. મણિલાલ વાઘેલા 35 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. વર્ષ 2012માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવીને વાઘેલા જીત્યા હતા. વર્ષ 2017ની રાજ્યસભા ચૂંટણીમાં વાઘેલા અહમદ પટેલને વફાદાર રહ્યા હતા. પરંતુ જિગ્નેશ મેવાણીના કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.


સંતના શરણે: UKથી અક્ષરધામના મહેમાન બન્યા બોરિસ જોનસન, મંદિરની ભવ્યતા જોઈ થયા અભિભૂત, જુઓ તસવીરો


વડગામના પૂર્વ ધારાસભ્ય  મણિભાઈ વાઘેલા આ મહિનાના અંત સુધીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે પીએમ મોદીના બનાસકાંઠા પ્રવાસ દરમિયાન કે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના પ્રવાસ દરમિયાન જોડાય તેવી શક્યતા છે. મણિભાઈ વાઘેલાએ ભાજપમાં જોડાવાની તારીખ હજુ સુધી નક્કી થઈ નથી.


મુંદ્રા પોર્ટ બાદ હવે કંડલા પોર્ટ પરથી આશરે 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ; PROએ કર્યો સૌથી મોટો ખુલાસો


નોંધનીય છે કે, બનાસકાંઠાના વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી તે તસવીર પણ સામે આવી છે. જો કે સત્તાવાર હજી તેઓ ભાજપમાં જોડાયા નથી પરંતુ તે અગાઉ તેઓ પીએમ મોદીને મળ્યા છે.