ગાંધીનગર :આજથી વર્તમાન સરકારનું અંતિમ સત્ર મળશે. ગુજરાતની 14 મી વિધાનસભાનું 11મું અને અંતિમ સત્ર હંગામેદાર બનવાની પૂરી સંભાવના છે. બે દિવસના સત્રમાં 7 વિધેયક રજૂ કરવામાં આવશે. સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વિપક્ષ સરકારને ઘેરે તેવી પૂરતી સંભાવનાઓ છે. તેમજ આ સત્રમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પાછું ખેંચાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની 14 મી વિધાનસભાનું 11મું સત્ર આજે અને આવતીકાલે મળશે. જેમાં પ્રથમ દિવસે એક બેઠક અને બીજા દિવસે બે બેઠકનું આયોજન કરાયું છે. સત્રમાં 7 બિલ વિધાનસભાના મેજ પર મૂકવામાં આવશે. પ્રથમ દિવસે મૃત્યુ પામનાર સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે. તો પ્રથમ દિવસે ચાર બિલ પર ચર્ચા કરાશે. જેમાં શહેરી વિસ્તારમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાશે. માલ સામાન અને સેવા વેરા વિધેયક પર સુધારા રજૂ કરાશે. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયકના સુધારા રજૂ કરાશે. તેમજ ગુજરાત વિદ્યુત ઉદ્યોગના વિધાયક પર પુનઃ ચર્ચા કરાશે.


આ પણ વાંચો : સૂર્ય રાશિ પરિવર્તન: આગામી મહિને બદલાઈ જશે 6 રાશિનું ભાગ્ય, પ્રગતિના નવા દ્વાર ખુલશે


ગુજરાતની 14મી વિધાનસભાનું 11મું અને અંતિમ સત્ર યોજાનાર છે. બે દિવસીય આ સત્ર હંગામેદાર બને એવી પૂરી સંભાવના એટલા માટે છે કેમ કે સચિવાલય બહાર મોટાપાયે રોજેરોજ આંદોલન ચાલી રહ્યાં છે તો બીજી તરફ બે દિવસીય ટૂંકું સત્ર યોજાતા વિપક્ષ માટે પણ સવાલ ઉઠાવવાનો સમય ઓછો પડી રહ્યો છે. આવા સંજોગોમાં કામકાજ સલાહકાર સમિતિની યોજાયેલી બેઠકમાં પણ સત્રની મર્યાદા લંબાવવા માટે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ રજૂઆતનું ધાર્યું પરિણામ મળ્યું નથી ત્યારે ગુજરાતના વિવિધ પ્રવર્તમાન પ્રશ્નો મુદ્દે ગૃહમાં સત્તા પક્ષને ઘેરવાની પૂરેપૂરી તૈયારી ઘડી નાખવામાં આવી છે. 


આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીનો દુનિયામાં ફરી વાગ્યો ડંકો, તેમના એક નિવેદનથી ચારેતરફ થઈ વાહવાહી


ગુજરાતમાં હાલ પ્રવર્તમાન પરિસ્થિતિ જોઈએ તો ઠેરઠેર આંદોલન થઈ રહ્યાં છે. સરકારની નિયુક્ત કમિટી પણ આંદોલનકારીઓનો રોષ ઠારવામાં નિષ્ફળ નીવડી છે. લોકોને પોતાની સમસ્યાનું નિરાકરણ નથી મળી રહ્યું તેવી સર્જાયેલી સ્થિતિ વચ્ચે વિપક્ષના ધારાસભ્યો આ તમામ સમસ્યાઓને ગૃહની અંદર વાચા આપે તેવી સંભાવના છે. આ તમામ સંભાવનાઓ વચ્ચે વિવિધ સમસ્યાના પ્લે-કાર્ડ અને બેનર સાથે વિપક્ષના ધારાસભ્યો ગૃહમાં આવે તેવી સંભાવના છે.


રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પાછું ખેંચાશે
તો બીજી તરફ, 14મી વિધાનસભા સત્રમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પાછું ખેંચાશે. રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પાછું ખેંચવા પ્રસ્તાવ રખાશે. વિધેયક પાછું ખેંચવા અનુમતિ પ્રસ્તાવ મંગાશે. શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા પ્રસ્તાવ રાખશે. આ વિધેયક પુન: વિચાર માટે રાજ્યપાલે પરત મોકલ્યું હતું.