Gujarat Assembly બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ભાજપની શક્તિ વધશે. ગુજરાત વિધાનસભામાં ભાજપની સંખ્યાબળ વધવા જઈ રહી છે. કારણ કે, 3 અપક્ષ ધારાસભ્યો આજે ભાજપને સમર્થન કરશે. બાયડથી ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા ભાજપને સપોર્ટ કરશે. તો વાઘોડિયા અને ધાનેરાના ધારાસભ્યનું પણ ભાજપને સમર્થન આપશે. આજે 9 વાગ્યે ત્રણેય ધારાસભ્યો રાજ્યપાલ સાથે આ મામલે મુલાકાત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વિધાનસભા સત્ર પહેલા 3 અપક્ષ ધારાસભ્યો ભાજપને ટેકો જાહેર કરવાના છે. જેમાં બાયડ, ધાનેરા તથા વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યો ભાજપને ટેકો જાહેર કરશે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઈને રૂબરૂમાં ભાજપને સપોર્ટ કરતું સમર્થન પત્ર આપશે.  


ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર મળશે. વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થશે. જેમાં શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ અને જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનશે. એક દિવસીય સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. વિધાનસભા સત્રમાં શોક દર્શક પ્રસ્તાવ પણ રજૂ થશે. તો બપોરે ગૃહમાં ઈમ્પેક્ટ ફી રેગ્યુલર કરતું બિલ સરકાર રજૂ કરશે. વટ હુકમની મુદત પૂર્ણ થતિ હોવાથી રાજ્ય સરકાર બિલ લાવશે.